Sunday, April 26, 2026
HomeGeneralઅમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ: જજને કોરોના પોઝિટિવ હોવાથી ચુકાદો મોકૂફ,...

અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ: જજને કોરોના પોઝિટિવ હોવાથી ચુકાદો મોકૂફ, 8 ફેબ્રુઆરીએ આવી શકે છે

- Advertisement -

નવજીવન ન્યુઝ.અમદાવાદ: અમદાવાદમાં 2008 દરમિયાન થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Serial Blasts) આજે કોર્ટ દ્વારા ચુકાદો આવવાનો હતો. પરંતુ સ્પેશિયલ કોર્ટના જજ એ.આર.પટેલ (Judge AR Patel) કોરોના સંક્રમિત હોવાથી આ ચુકાદા માટેની સુનાવણી હાથ ધરવામાં આવી ન હતી. આ કેસની સુનાવણી આગામી 8મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.


અમદાવાદમાં 2008 સિરિયલ બ્લાસ્ટમાં 2008 serial blasts case 50થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. શહેરમાં 21 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં ગુજરાત સહિત બીજા રાજ્યમાંથી 80 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી આજે થવાની હોવાથી સેશન્સ કોર્ટમાં પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત સાબરમતી જેલમાં પણ આરોપીઓની બેરેકમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

આ કેસમાં અગાઉ કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે. બ્લાસ્ટ કેસમાં અલગ-અલગ 547 ચાર્જસીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક ચાર્જસીટમાં સાત હજાર પાનાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular