Friday, September 22, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદના નહેરુબ્રિજ લૂંટની ઘટનામાં ફરિયાદી જ લૂંટની ઘટનાનો માસ્ટર માઈન્ડ નિકળ્યો

અમદાવાદના નહેરુબ્રિજ લૂંટની ઘટનામાં ફરિયાદી જ લૂંટની ઘટનાનો માસ્ટર માઈન્ડ નિકળ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા નહેરુબ્રિજ (Nehru Bridge) પાસે થયેલી 50 લાખની લૂંટની ઘટનાનો (Ahmedabad Angadia Loot Case) ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ઉકેલી કાઢ્યો છે. આ લૂંટમાં ચોકાંવનારા ખુલાસા થયા છે, લૂંટમાં ડી નરેશ પેઢીના કર્મચારી અને ફરિયાદી કમલેશ પ્રજાપતિ પોતે આરોપી હોવાનુ સામે આવ્યું છે. તેણે જ નાટ્કીય રીતે લૂંટ કરાવી માણસોને ટીપ આપી આ લૂંટનું કાવતરૂ ઘડ્યુ હતું. જેમાં પોલીસે હાલ પાંચેય આરોપીઓની ધરપકડ કરી 50 લાખ રૂપિયાની રકમ રિકવર કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ સાંજના અરસામાં નહેરુબ્રિજ પાસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે બનેલી 50 લાખની લૂંટની ઘટનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાઈ હતી. તપાસ દરમિયાન લૂંટારાઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચની ટીમ રાઉન્ડમાં હતી, ત્યારે ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે નહેરુબ્રિજ પર લૂંટ ચલાવનારા આરોપી શહેરના દાણીલીમડા ગુલાબનગર ટેકરા પાસે ઉભા છે. જે બાતમીના અધારે ક્રાઈમ બ્રાંચ બાતમીવાળી જગ્યા પર ત્રાટકી હતી અને ત્રણેય આરોપીને પકડી કરી લીધા હતા. જેમાં મેહુલસિંહ ઉર્ફે મનું ,મયંક સિંહ ઉર્ફે ઝંડુ અને સૌરભ ઉર્ફે સોયબ જે તમામ મૂળ સરસપુર અમદાવાદના રહેવાસી છે, તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી 49,98,500 રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ, 4 સ્માર્ટ ફોન, એક ઓટો રિક્ષા, 1 એક્ટિવા મળી કુલ 51,99,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછ કરતા ચોકાંવનારા ખુલાસ થયા હતા. આંગડિયા પેઢીના કર્મચારી અને ફરિયાદી કમલેશ પ્રજાપતિ પોતે લૂંટ કરવા માટે માણસોને સાથે રાખી તેમને લૂંટ કરવા માટે ટીપ આપી હતી. ત્યાર બાદ પોલીસે ફરિયાદી કમલેશ પ્રજાપતિ અને મહેલુ ઉર્ફે મનુ પ્રજાપતિ નામના આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે.

- Advertisement -

ક્રાઈમ બ્રાંચે કમલેશ પ્રજાપતિની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યુ છે કે, આ સમ્રગ લૂંટની ઘટના પાછળનો માસ્ટર માઈન્ડ કમલેશ પ્રજાપતિ હતો. જેણે પોતાના સાગરિત અશ્વિન પ્રજાપતિ સાથે મળી થોડાક દિવસ અગાઉ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. જેમાં લૂંટની ઘટનાને અંજામ આપવા તેણે મહેુલ ઉર્ફે મનુ રાજપૂત, મયંક ઉર્ફે ઝંડુ સોરભ ઉર્ફે સોયબના ટીપ આપી લૂંટ કરવા ઘટનાક્રમ સમજાવ્યો હતો. તેમજ ગતરોજ કમલેશ પ્રજાપતિ પૈસા ભરેલી બેગ લઈને નીકળી રહ્યો હતો, ત્યારે તે લૂંટારાઓ સાથે સતત વોટ્સએપ કોલ દ્વારા સંપર્કમાં રહી જાણકારી આપી રહ્યો હતો. આરોપીઓએ લૂંટ બાદ કમેલશ પ્રજાપતિને 25 લાખ અને અન્ય આરોપી 10-10 લાખ રૂપિયાની એકબીજામાં વહેંચણી કરી હતી.

TAG: Ahmedabad Crime News today Gujarati

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular