Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadપોલીસની ખોટી ઓળખ આપી કપલને ટાર્ગેટ કરી પૈસા પડાવતી ગેંગનો ઝોન-1 LCBએ...

પોલીસની ખોટી ઓળખ આપી કપલને ટાર્ગેટ કરી પૈસા પડાવતી ગેંગનો ઝોન-1 LCBએ કર્યો પર્દાફાશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વ્યક્તિઓ નકલી પોલીસ (Fake Police) બનીને રૌફ જમાવવા અથવા તો તોડબાજી કરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે અમદાવાદ ઝોન 1 LCBએ આવી રીતે પોલીસની ખોટી ઓળખ આપી તોડ કરતી ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી ગેસ્ટહાઉસમાં જતાં કપલને ટાર્ગેટ કરીને તેમને પોલીસની ઓળખ આપીને ધાક ધમકી આપીને પૈસા પડાવતા હતા. આ પ્રકારે તોડ કરતાં બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી અમદાવાદના વાડજ વિસ્તારમાં કેટલાક લોકો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી રૌફ જમાવતા હતા. તેમજ વાડજમાં આવેલી હોટેલ અને ગેસ્ટહાઉસમાં જે કપલ આવે તેમનો પીછો કરી પોલીસ તરીકેને ખોટી ઓળખ આપી ધાકધામકી આપી પૈસા પડાવતા હતા. જો કોઈ પૈસા આપવાનું ના કહે તો ખોટા કેસમાં ફસાવી દેવા અથવા તો માતા-પિતાની જાણ કરી દેવા માટે દબાણ કરતા હતા. આ બાબતે સ્થાનિક પોલીસ સ્તરે પણ ફરિયાદો સામે આવી હતી. ત્યારે આજે ઝોન 1 LCBની ટીમ વાડજ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCBને બાતમી મળી હતી કે, નકલી પોલીસ બની પૈસા પડાવતી ગેંગ વાડજમાં ફરી રહી છે. જે બાતમીના અધારે LCBએ દરોડા પાડી અકરમ જમીર ઉદ્દીન અંસારી અને મોહસીન ખાન પઠાણ નામના બે આરોપીને દબોચી પાડ્યા હતા, જેઓ અમદાવાદના રહેવાસી છે. LCBએ આરોપીઓ પાસેથી એક બાઈક, 40 હજાર રૂપિયા જેટલા રોકડા અને સ્માર્ટ ફોન મળી કુલ 57 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

તેમજ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ LCBની તપાસમાં સામે આવ્યું છે. જેમાં તેઓ દ્વારા 7 દિવસ પહેલા શીલજ ખાતે એક કપલ ખોટી પોલીસની ઓળખ તોડ કર્યો હતો. તેમજ અગાઉ પણ શહેરકોટડા ,ગોમતીપુરા સહિત જૂદા-જૂદા વિસ્તારોમાં નકલી પોલીસની ઓળખ આપી તોડબાજી કરતા ઝડપાઈ ચુક્યા છે. આ મામલે LCBએ વાડજ પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓને સોંપી દીધા હતા. આ મામલે વાડજ પોલીસે અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular