Friday, July 24, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના અકસ્માતની જાણ થતાં જ હર્ષ સંઘવી સોલા સિવિલ પહોંચ્યા, કડકમાં કડક...

અમદાવાદના અકસ્માતની જાણ થતાં જ હર્ષ સંઘવી સોલા સિવિલ પહોંચ્યા, કડકમાં કડક કાર્યવાહીની આપી બાંહેધરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Tragic Road Accident : અમદાવાદનાં (Ahmedabad) ઇસ્કોન બ્રિજ (Iskcon Flyover) પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Road Accident) સર્જાયો હતો, જેમાં એક પોલીસ કોન્સટેબલ અને એક હોમગાર્ડ સહિત 9 લોકોના અકાળે મૃત્યુ થયા હતા. અકસ્માત બાદ અકસ્માત સર્જનારા તથ્ય પટેલને પણ એકત્રિત થયેલી ભીડે માર માર્યો હતો. ત્યાર બાદ મૃતકો અને ઇજાગ્રસ્તોને સોલા સિવિલ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે તથ્ય પટેલને તેના પિતા પ્રગ્નેશ પટેલ CIMS હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પણ પીડિત પરિવારને સાંત્વના પાઠવવા સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ ઉચ્ચ અધિકારીઓએ સાથે એક બેઠક પણ કરવાના છે.

હર્ષ સંઘવી અકસ્માતના સમાચાર મળતા જ સુરતથી અમદાવાદ દોડી આવ્યા હતા અને સોલા સિવિલ હોસ્પિટલ પહોંચીને તેમણે પીડિત પરિવારોને મળ્યા હતા અને બાદમાં મીડિયાને જણાવ્યું હતું કે, “આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે કારચાલકો બેફામ કાર ચલાવે છે, તેમના માતા-પિતાએ બાળકોને શીખ આપવી જોઈએ અને જો માતા-પિતા ચૂકી જશે તો અમે તો ચોક્કસ તેમને શીખ આપીશું જ. આ કેસને અમે પ્રાથમિકતા આપી એક અઠવાડિયામાં ચાર્જશીટ કરીશું અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં કામ કરીશું. જેથી આવા બીજા નબીરાઓમાં દાખલો બેસે અને આવા નબીરાઓના માતા-પિતાને પણ આ ઘટનાથી બોધ લઈ શકે.”

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી તથ્ય પટેલ અમદાવાદના ગોતાના બિલ્ડર પ્રગ્નેશ પટેલનો પુત્ર છે. જ્યારે તથ્ય પટેલે અકસ્માત સર્જર્યો હતો ત્યારે ત્યાં હાજર ટોળાએ તેને પકડી પાડ્યો હતો અને રોષે ભરાયેલા ટોળાએ તથ્ય પટેલને લાતોથી ઢોર માર માર્યો હતો. જ્યાં તે માફી માગતો પણ નજરે પડ્યો હતો. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આરોપીને સામાન્ય ઈજા થતાં તેને સિમ્સ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ સિમ્સ હોસ્પિટલના પ્રશાસને 24 કલાક સુધી આરોપી ધરપકડ ન કરવા જણાવ્યું છે. તેમજ હોસ્પિટલ તંત્રએ પોલીસે આરોપીની પૂછપરછ માટે પણ મનાઈ ફરમાવી છે. જ્યારે તથ્ય પટેલ વાહન હંકારી રહ્યો હતો ત્યારે જગુઆર કારની સ્પીડ 140 થી 160 કિલોમીટર પ્રતિકલાકને ઝડપે હતી. હાલ પોલીસ દ્વારા એ પણ તપાસમાં કરવામાં આવી રહી છે કે, આરોપી તથ્ય પટેલ કારચાલવતા સમયે દારૂના નશામાં હતો કે નહીં. તે માટે બ્લડ સેમ્પલિંગ કરી હોસ્પિટલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular