Saturday, May 23, 2026
HomeGujaratRajkotસ્ટેટ મોનિટરિંગ સેલના હરતા-ફરતા ડીઝલ પંપ પર દરોડો, લાખોનું ભેળસેળયુક્ત ડીઝલ ઝડપાયું

સ્ટેટ મોનિટરિંગ સેલના હરતા-ફરતા ડીઝલ પંપ પર દરોડો, લાખોનું ભેળસેળયુક્ત ડીઝલ ઝડપાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot SMC Raid : રાજકોટમાં (Rajkot) સ્ટેટ મોનિટરિંગ સેલની (State Monitoring Cell) ટીમ ચાંપતી નજર રાખીને બેઠી હોય, તે પ્રકારે છેલ્લા 20 દિવસમાં ત્રીજો દરોડો પાડ્યો છે. આ વખતે દારૂ-જુગાર નહીં પણ ભેળસેળયુક્ત ડીઝલની (adulterated diesel) કાળા બજારી કરતી ટોળકી સ્ટેટ મોનિટરિંગ સેલના હાથમાં લાગી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 12 હજાર લીટર ભેળસેળયુક્ત ડીઝલ સાથે 11 આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે 5ને વોન્ટેન્ડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા (SMC Raid) દરમિયાન ભેળસેળયુક્ત ડીઝલ ભરાવા આવેલા ડમ્પર અને છોટા હાથી સહિતના 4 ટ્રકને ઝડપી પાડ્યા છે.

Rajkot SMC raids mobile diesel pump
Rajkot SMC raids mobile diesel pump

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ શહેરના છેવાડે આવેલા કુવાડવા રોડ પર ઓડીના શો-રૂમની સામે ગઈકાલે સાંજે છ વાગ્યાની આસપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઈન્સપેક્ટરક સી. એન. પરમારની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો. અહીંયા ડીઝલ માફિયાઓએ જાણે આખે આખું હરતું ફરતું ડીઝલ પંપ ઊભું કરી દીધું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ઉપરાંત એક ટ્રકની અંદર પણ ડીઝલ પંપ જેવા મશીન લગાવામાં આવ્યા હતા અને તેના માધ્યમથી અન્ય વાહનોમાં ડીઝલ ભરવામાં આવતું હતું. આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલએ 12 હજાર લિટર ભેળસેળયુક્ત ડીઝલ ઝડપી પાડ્યું હતું.

- Advertisement -

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપેલા 12 હજાર લિટર ભેળસેળયુક્ત ડીઝલની કિંમત 7,98,000 રૂપિયા છે. પોલીસે ડીઝલના જથ્થા સાથે 11 આરોપીની પણ ધરપકડ કરી છે. જેમાં ગેરકાયદેસર ચાલતા પમ્પનાં મેનેજર, 4 ફિલરમેન અને અહીં ઇંધણ પુરાવવા આવેલા ચાલક સહીતનાં 11 શખ્સોને દબોચી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમની પાસેથી 66,700 રોકડ રકમ, 12 મોબાઈલ, 1 ટેન્કર, 5 ટ્રક, 1 કાર, જનરેન્ટર, ડિસ્પેન્સર મશીન, 2 ટુ વિહલર સહિત કુલ 71,81,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ પાંચ આરોપીઓને વોન્ટેન્ડ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ ભેળસેળયુક્ત ડીઝલનો કારોબાર ચલાવતો મુખ્ય સુત્રધાર મનહરસિંહ ઉર્ફે મુન્ના જાડેજાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ દ્વારા દરોડો કરીને લાખો રૂપિયાનું ભેળસેળયુક્ત ડીઝલ રેકેટ ઝડપી પાડતાં કુવાડવા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.

Tag: Rajkot News, SMC Raid in Rajkot

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular