Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઈસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ તથ્યની કારમાં સવાર મિત્રો સાક્ષી બનશે, CRPC 164...

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ તથ્યની કારમાં સવાર મિત્રો સાક્ષી બનશે, CRPC 164 મુજબ નિવેદન લેવાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News : અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસને (Ahmedabad ISKCON Bridge Accident Case) લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલના (Tathya Patel)રિમાન્ડ પૂર્ણ થતાં તેને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તથ્યને જેલમાં મોકલી આપતા હવે અકસ્માત સમયે તથ્ય સાથે કારમાં સવાર તેના મિત્ર અકસ્માત કેસમાં સાક્ષી બનવાના છે. તથ્યના મિત્રોનું CRPC કલમ 164 મુજબ નિવેદન લેવામાં આવશે. આજે તથ્યના મિત્રો દ્વારા અકસ્માત અંગે ખુલાસો કરવામાં આવી શકે છે.

અમદાવાદ અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશકેલી વધી શકે છે. કારણ કે, તથ્ય પટેલની કારમાં બેઠેલા અને અકસ્માતને નજરે જોનારા તેમના મિત્રો જ અકસ્માત કેસમાં સાક્ષી બનવાના છે. કારમાં સવાર ત્રણ યુવતી અને બે યુવકોના CRPC 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવશે. હાલ શાન, આર્યન, શ્રેયા, ધ્વનિ, માલવિકા પટેલને કાર્ટમાં લાવવામાં આવ્યા છે. તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસ દ્વારા 4 વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માગણી કરવામાં ન આવતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે કોર્ટમાંથી લઈ જવામાં આવ્યા બાદ અકસ્માત સમયે કારમાં સવાર તથ્યના મિત્રને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તથ્યના મિત્રો સાક્ષી બન્યા બાદ અકસ્માત કેસમાં નવા વળાક આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ મિત્રોના નિવેદન બાદ પોલીસને પણ આ કેસમાં નવા ખુલાસા મળી શકે છે અને તથ્ય વિરૂદ્ધ કેસ વધુ મજબુત થઈ શકે છે. અકસ્માત સમયે તથ્ય પટેલની કારની સ્પીડ 142.5 હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું છે. અમદાવાદમાં બુધવાર મોડી રાત્રીના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં તથ્ય પટેલે જેગુઆર કારથી બ્રિજ પર અગાઉ અકસ્માત થતાં મદદે આવેલા લોકોના ટોળાને કચડી નાખ્યા હતા. જેમાં બે પોલીસ કર્મી સહિત 9 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતના લાઈવ દૃશ્યો એક બાઈક ચાલકના કેમેરામાં કેદ થયા હતા. જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાતું હતું કે જેગુઆર કાર ઓવર સ્પિડમાં ચાલી રહી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular