નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News : અમદાવાદમાં ગત બુધવારે સર્જાયેલા ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં (ISKCON accident case 2023) મોટો ખુલાસો સામે આવ્યો છે. ઈસ્કોન બ્રિજમાં અક્સમાત સર્જનાર તથ્ય પટેલની (Tathya Patel) કારને લઈને આજે FLS રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તથ્ય પટેલની જેગુઆર કાર 142.5 કિલોમીટર પ્રતિકલાકની સ્પિડમાં (Jaguar car Speed) હોવાનો ખુલાસો થયો છે. ઓવર સ્પિડના કારણે ઈસ્કોન બ્રિજ પર બુધવાર મોડી રાત્રીના રોજ અકસ્માત સર્જાયો હતો અને 9 લોકોના જીવન કચડાઈ ગયા હતા.
અમદાવાદના તથ્ય અકસ્માત કાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સમયે તથ્ય પટેલની કારની સ્પીડ 142.5 હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું છે. અમદાવાદમાં બુધવાર મોડી રાત્રીના સમયે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં તથ્ય પટેલે જેગુઆર કારથી બ્રિજ પર અગાઉ અકસ્માત થતાં મદદે આવેલા લોકોના ટોળાને કચડી નાખ્યા હતા. જેમાં બે પોલીસ કર્મી સહિત 9 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર અકસ્માતના લાઈવ દૃશ્ય એક બાઈક ચાલકના કેમેરામાં કેદ થયા હતા. જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાતું હતું કે જેગુઆર કાર ઓવર સ્પિડમાં ચાલી રહી છે.
અકસ્માત બાદ પોલીસ તથ્ય પટેલની સિમ્સ હોસ્પિટલમાંથી ધરપકડ કરીને 21 જુલાઈના રોજ અમદાવાદ કોર્ટમાં હાજર કરાયો હતો. આ દરમિયાન સરકારી વકીલ દ્વારા 5 દિવસના રિમાન્ડની માગણી કરતાં કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જે આજે 4 વાગ્યે પૂર્ણ થયા હતા. તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરીથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે સરકારી વકીલ દ્વારા વધુ રિમાન્ડની માગણી કરવામાં ન આવતા તથ્ય પટેલને જેલમાં મોકલમાં આવશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








