Wednesday, October 21, 2026
HomeGeneralઅમદાવાદ રિવરફ્રન્ટ ઉપર 14 અને 15 મેના રોજ મોટી સંખ્યામાં ડોક્ટર્સ કરશે...

અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર 14 અને 15 મેના રોજ મોટી સંખ્યામાં ડોક્ટર્સ કરશે ધારણા, ફૂટપાથ OPDનું આયોજન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય અગાઉ ખાનગી હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમના રજીસ્ટ્રેશન માટે જે સી ફોર્મ લેવામાં આવે છે તેને રિન્યૂ કરવા માટેના નિયમોમાં એક નિયમ ઉમેરી દેવામાં આવ્યો છે આ નિયમ મુજબ હવે સી ફોર્મ રિન્યૂ કરવા માટે હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમને બીયુ પરમીશન આપવી પડશે. આ નિયમના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી હોસ્પિટલ્સના સંચાલકો અને ડોક્ટર્સ પ્રદર્શન કરી રહ્યા છે, વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉત્તર ન મળતા હવે તેમણે 14 અને 15 મેના રોજ હડતાળ કરવાનો નિર્ણય કર્યો છે.



14 અને 15 મેના રોજ ડોક્ટર્સ હડતાળ કરીને પોતાની રજૂઆત કરશે. ડોક્ટર્સનું કહેવું છે કે અવાર નવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશન તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે અમે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર હડતાલનું આયોજન કર્યું છે. જે દર્દીઓને આ બે દિવસ તકલીફ સહન કરવી પડશે તેમના માટે અમે દિલગીર છીયે. 14 અને 15 મેના દિવસે મોટી સંખ્યામાં ડોક્ટર્સ રિવરફ્રન્ટ ઉપર એકત્રિત થઈને ધારણા પ્રદર્શન કરીશું અને ‘ફૂથપથ ઓપીડી’ જેવા કાર્યક્રમો કરીશું.

AHNA (અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોશિએશન)ના પ્રમુખ ડૉ. ભારત ગઢવીએ જણાવ્યુ હતું કે, “2014 પહેલા જે હોસ્પિટલ અથવા તો બિલ્ડીંગ બની તેની બીયુ પરમીશન લેવામાં અત્યારે તકલીફ પડી રહી છે. નવા નિયમ મુજબ બીયુ પરમીશન વગર આમદવાદની 50 જેટલી હોસ્પિટલ્સ બંધ થઈ જશે. આ અંગે કોર્પોરેશન અને સરકારે પુનઃવિચાર કરવો જોઈએ. આ તમામ હોસ્પીટલમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો છે તેમજ ફાયર એનઓસી પણ છે. કોર્પોરેશન દ્વારા મોટી હોસ્પિટલ્સ માટે જે કાયદો લાગુ કરવામાં આવ્યો તે જ નાની હોસ્પિટલ માટે કરવામાં આવ્યો છે જે અંગે પુનઃવિચાર કરીને બધાને લાગુ પડે તેવો કોઈ કાયદો બનવો જોઈએ.”



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular