Tuesday, October 20, 2026
HomeGeneralવીજચોરી પકડાઈ જતાં ભાજપના નેતાએ આપ્યો "મેથીપાક", PGVCL કર્મીને લાફો એવો માર્યો...

વીજચોરી પકડાઈ જતાં ભાજપના નેતાએ આપ્યો “મેથીપાક”, PGVCL કર્મીને લાફો એવો માર્યો કે બહેરાશ આવી ગઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં વીજચોરી પકડવા માટે ગયેલા કર્મચારીઓને ઝાપઝાપીનો સામનો કરવો પડ્યો હતો. PGVCLના ડેપ્યુટી એન્જિનિયર ભાજપના નેતાને ત્યાં ચેકિંગ કરવા માટે પહોંચ્યા હતા. તેમની પર હુમલો કરવામાં આવતા ડેપ્યુટી એન્જિનિયરને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.



ગુજરાતમાં અવાર-નવાર વીજ ચેકિંગ દરમિયાન વીજચોરી ઝડપાતી હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે રાજકોટમાં PGVCLના ડેપ્યુટી એન્જિનિયર વીજ ચેકિંગ કરવા માટે ભાજપના નેતા ધીરુ તળપદાને ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન વીજચોરી ઝડપાઇ ગઈ હતી. ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પરમારના જણાવ્યા અનુસાર, PGVCL દ્વારા ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આજે સવારે 08:00 વાગ્ય રાજકોટના પડધરીના મોવિયા ગામમાં ડેપ્યુટી એન્જિનિયર પુરોહિતની ટીમ સાથે વીજ ચેકિંગમાં હતા. તે દરમિયાન ભાજપના આગેવાન ધીરુ તળપદાના ઘર અને પેવર પ્લાન્ટમાં ગેરકાયદે વીજચોરી ઝડપાઇ ગઈ હતી.

વધુમાં જણાવ્યુ હતું કે, વીજચોરી ઝડપાઇ જતાં ભાજપના આગેવાન ધીરુ તળપદા ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે અમારી ટીમને ચેકિંગ કરતા અટકાવ્યા હતા. તેમણે આવીને એન્જિનિયર પુરોહિત સાહેબને તમાચા માર્યા હતા. તેમણે 40 લોકોનું ટોળું એકઠું કરી લીધું હતું. જેમાંથી 10 જેટલા લોકોએ પણ તમાચા માર્યા હતા, ઉપરાંત લાકડીથી PGVCLની ટીમ અને ઇજનેર પર હુમલો કર્યો હતો. હુમલો થતાં ટીમ સાથે એન્જિનિયર પુરોહિત સાહેબ જીવ બચાવીને ત્યાંથી નાસી ગયા હતા. પુરોહિત સાહેબ ઈજાગ્રસ્ત થતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંથી ડોક્ટરે તેમને વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. હાલ તેમને ડાબા કાનમાં બહેરાશ આવી ગઈ છે. આંખમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે. કપાળના ભાગે લિસોટા પડી ગયા છે. હાલ તેઓ વાત કરી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી.



સમગ્ર બાબતે ભાજપના આગેવાન ધીરુ તળપદાએ જણાવ્યું હતું કે, તમામ આક્ષેપો ખોટા છે, હું મારા ઘરે સૂઈ રહ્યો હતો તે દરમિયાન પત્નીએ જણાવ્યુ હતું કે કંઈક માથાકૂટ થઈ છે, જેને હું રોકવા માટે ગયો હતો, મેં ટોળાંને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો, તે સમયે કોઈને ઇજા પહોંચી ન હતી, GEBના અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે દૂરવ્યવહાર કરાયો હતો. જેના કારણે માથાકૂટ થઈ હતી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular