નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના અનેક બનાવની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાતી હોય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં થયેલા માર્ગ અકસ્માતની એક વિચિત્ર ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ છે. અમદાવાદના સિંધુભવન રોડ પર થયેલા એક અકસ્માતમાં બાઈક ચાલક યુવાન મોતને ભેટ્યો હતો. જેનો પગલે મૃતકના પિતાએ મૃતક પુત્ર વિરુદ્ધ જ ફરીયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદના સિંધુભવન રોડ (Sindhu Bhavan Road, Ahmedabad) પર યુવાનો અનેક વખત સ્પીડમાં બાઈક કે કાર ચલાવતા અને સ્ટંટ કરતા જોવા મળતા હોય છે. ગત 14 તારીખે GJ05ND7000 નંબરની બાઈકનો અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક મૂકેશનું મોત નિપજ્યું હતું. જોકે સમગ્ર મામલે બાઈક ચાલકના પિતા નારણજી નાગરજી ચૌહાણે પોતાના જ મૃતક દિકરા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે એમ. ટ્રાફિક પોલીસ સ્ટેશને મૃતક મૂકેશ ચૌહાણ વિરુદ્ધ સી.આર.પી.સીની કલમ 154 હેઠળ ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી ચાર દિવસ માવઠાં અને હિટવેવની આગાહી, જાણો કયા વિસ્તારનું વાતાવરણ પલટો મારશે
મૂકેશના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ AMCમાં પાણી વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તેમના મોટા દિકરાએ એક મહિના અગાઉ એક સ્પોર્ટ બાઈક ખરીદી હતી. ગત 14 તારીખે તેઘરે હતા તે દરમિયાન નાના દિકરાનો ફોન આવ્યો હતો અને સિંધુભવન રોડ પર ઓર્નેટ પાર્ક સોસાયટી સામે મૂકેશનો અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થળ પર દિકરા મૂકેશનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. સ્થળ પર હાજર લોકોને અકસ્માત અંગે પુછતાં જાણવા મળ્યું હતું કે, મૂકેશ બાઈક સ્પીડમાં ચલાવીને આવી રહ્યો હતો તે દરમિયાન સોસાયટીના કટ પાસેના ડિવાઇડર પરના પોલ સાથે અથડાયો હતો. જેથી મારા દિકરા વિરૂદ્ધમાં કાયદેસરની ફરિયાદ કરવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








