Tuesday, April 21, 2026
HomeGujaratભરૂચ પોલીસ જાસૂસી કાંડ: આરોપી કોન્સ્ટેબલોની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી. ફરિયાદ રદ...

ભરૂચ પોલીસ જાસૂસી કાંડ: આરોપી કોન્સ્ટેબલોની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી. ફરિયાદ રદ નહીં થાય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરૂચ: ગુજરાત પોલીસ (Gujarat Police) માં ઘર ફૂટે ઘર જાયની પરિસ્થિતિ સર્જાઈ છે. અવારનવાર પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હોય અને આરોપીઓને ઝડપી પડ્યા હોય એવા સમાચાર આવતા હોય છે. પરંતુ જ્યારે પોલીસમાં જ અમુક ફૂટેલા લોકો બુટલેગરોને પોલીસના લોકેશનની પહેલેથી જાણ કરી દેતા હોય તો તેમને પકડવા કેવી રીતે શક્ય બને!

થોડા દિવસ આગાઉ આવી જ એક ઘટના ભરૂચમાં બની હતી. જેમાં બે કોન્સ્ટેબલોએ બુટલેગરો પાસેથી જંગી રકમ લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓના લોકેશન વેચ્યા હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -

ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની બુટલગરો ઉપર રેઇડ સતત નિષ્ફળ જઈ રહી હતા. જેથી SP નિર્લિપ્ત રાયને શંકા જતા DYSP કે.ટી.કામરિયા સાથે મળીને 18 દિવસ સુધી સઘન તપાસ કરી હતી. તેના આધારે ભરૂચ LCBના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી જ પોલીસના લોકેશન બુટલેગરોને પહોંચાડતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: તમારાં ઘરે વીજળીનું કનેક્શન છે? જો હા… તો જુઓ આ વિડીયો

SMCએ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતાં ભરૂચ જિલ્લાના પોલીસ વડા ડૉ. લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ બન્ને આરોપી પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ SPએ આ ગુનાની તપાસ અંકલેશ્વરના DYSP ચિરાગ દેસાઈને તેમની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી.

બન્ને આરોપી કોન્સ્ટેબલોએ પોતાના ઉપર થયેલી ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. બીજી તરફ રાજ્ય સરકારે પણ તે કોન્ટેબલોની સામેની ફરિયાદ રદ નહીં કરવા માટે ઉગ્ર દલીલો કરી હતી. અંતે ગુજરાત હાઇકોર્ટે બન્ને આરોપી કોન્સ્ટેબલોની અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે, ફરિયાદ રદ નહીં થાય.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular