Monday, June 1, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં આગામી ચાર દિવસ માવઠાં અને હિટવેવની આગાહી, જાણો કયા વિસ્તારનું વાતાવરણ...

રાજ્યમાં આગામી ચાર દિવસ માવઠાં અને હિટવેવની આગાહી, જાણો કયા વિસ્તારનું વાતાવરણ પલટો મારશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat weather forecast: રાજ્યમાં કમોસમી વરસાદના (Unseasonal rain) કારણે ખેડૂતો ચિંતામાં છે, કેટલાક જિલ્લામાં તો માવઠાંને કારણે ખેડૂતોના પાકને નુકશાન પણ થઈ ગયું છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી ચાર દિવસ સુધી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિત કેટલાક રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠાંની સંભાવના રહેલી છે. સાથે જ હિટવેવની (HeatWave) આગાહીને કારણે ગરમીમાં વધારો થવાની પણ સંભાવના રહેલી છે. ત્યારે ગુજરાતમાં ચાર દિવસ હિટવેવ સાથે માવઠાનો માર પણ જોવા મળશે.

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદી માવઠાંની આગાહી કરતા જણાવ્યું છે કે, આજરોજ ભરૂચ, નર્મદા, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી તેમજ દમણમાં માવઠું વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે.

- Advertisement -

આગાહી મુજબ તારીખ 15 માર્ચના રોજ રાજ્યના બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, નર્મદા, વલસાડ અને દાદરા નગરમાં માવઠું વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, કચ્છ સહિતના જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બાકીના જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે.

આ પ્રકારે તારીખ 16 માર્ચના રોજ રાજ્યના મોટાભાગના જિલ્લાના અમુક સ્થળો પર ગાજવીજ સાથે માવઠાંની સંભાવના રહેલી છે. જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદનું વાતાવરણ શુષ્ક જોવા મળી શકે છે. તેમજ તારીખ 17 માર્ચના રોજ મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલીમાં હળવો વરસાદ વરસે તેવી સંભાવના છે. જ્યારે ભાવનગર અને કચ્છ આસપાસના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે.

મહત્વની વાત છે કે ગત સોમવારની સાંજે સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે કામરેજના દિગસ ગામે ઝાડ પર વીજળી પડવાની ઘટના પણ નોંધાઈ હતી. વીજળી પડવાની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત વડોદરાના કેટલાક વિસ્તારોમાં પણ માવઠું થતા વાતવરણમાં ઠંડક જોવા મળી હતી.વડોદરા શહેરના વિસ્તારોની વાત કરીએ તો સયાજીગંજ, ગોત્રી, રાવપુરા, ફતેગંજ, આજવા રોડ, ગોરવા અને વાઘડીયા તેમજ અકોટામાં વરસાદ જોવા મળ્યો હતો. શહેરમાં માવઠાં અને અચાનક વાતાવરણ પલટાના કારણે રોગચાળો વકરે તેવી દહેશત પણ જોવા મળી રહી છે. છોટાઉદેપુરના કવાંટમાં પણ વાતાવરણ પલટો જોવા મળ્યો હતો અને કવાંટ ગામમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો હતો. કડાકા ભડાકા કરતી વીજળી સાથે ભારે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ સ્થિતીમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular