નવજીવન ન્યૂઝ.દ્વારકા: હાલ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં બિપોરજોય વાવઝોડાનો (Biparjoy Cyclone) ખતરો મંડરાઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો કરવામાં આવ્યા છે. સંભવત વાવાઝોડાને લઈને કેટલાક દરિયાકિનારા પર તંત્રએ લોકોના પ્રવેશ કે નાહવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તે વચ્ચે દ્વારકામાં (Dwarka) દરિયામાં ડૂબી (Drowning in Sea) જવાના કારણે મૃત્યુ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. દરિયામાં ડૂબી રહેલા યુવાનને બચાવવા પડેલા મિત્રનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. જ્યારે ડૂબી રહેલા યુવાનનો આબાદ બચાવ થયો છે. ઘટના બન્યા બાદ તંત્ર સામે પણ બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે.
દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર આવેલું છે. જ્યાં ભગવાન કૃષ્ણના દર્શન માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ મંદિરની પાછળની બાજુએ દરિયાકિનારો પણ આવેલો છે. હાલ વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી દરિયો ગાંડોતૂર બન્યો છે. આ દરમિયાન આજરોજ બપોરે 4 વાગ્યાના અરસામાં એક યુવક નાહવા પડ્યો હતો. દરિયાના મોજામાં તે ડૂબવા લાગતા તેનો મિત્ર તેને બચાવવા દરિયામાં પડ્યો હતો. જેમાં બચાવવા પડેલા મિત્રનું પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ થયું છે. તો બીજી તરફ ડૂબી રહેલો યુવક કિનારે આવી જતા આબાદ બચાવ થયો છે. આ ઘટના બાદ લોકો જવાબદાર તંત્ર સામે બેદરકારીના આક્ષેપ કરી રહ્યા છે. દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા છે. કરંટ છે છતાં પણ કોઈ રેસ્કયૂ ટીમ ન હોવાથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે, મૃતકનું નામ અશરફ છે જે દરિયાકિનાર ફરવા માટે આવ્યો હતો. જ્યારે આબાદ બચાવ થનાર યુવકનું નામ મોહસીન છે. બંને મિત્રો હતા અને આજરોજ દ્ધારકાના દરિયાકાંઠે ફરવા આવ્યા હતા. આ દરમિયાન મોહસીન દરિયામાં નાહવા પડ્યો હતો, ત્યારે તેને બચાવવા જતા અશરફ તણાઇ ગયો હોવાનું સામે આવ્યુ છે. બંને રૂપેણ બંદર દ્વારકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796