Thursday, April 16, 2026
HomeBusinessTATA ગ્રુપની આ દિગ્ગજ કંપની આપી રહી છે કમાણીની તક, દરેક શેર...

TATA ગ્રુપની આ દિગ્ગજ કંપની આપી રહી છે કમાણીની તક, દરેક શેર પર મળશે રૂ. 31નું ડિવિડન્ટ, જાણો ક્યારથી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસેસ (TCS) એ પોતાના Q4 પરિણામો સાથે શેરહોલ્ડર્સ માટે ₹31 પ્રતિ શેરનો ફાઈનલ ડિવિડેન્ડ જાહેર કર્યું છે. આ જાહેરાતથી રોકાણકારો માટે કમાણીની મોટી તક ઉભી થઈ છે.

કુલ ડિવિડેન્ડ કેટલું
કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અત્યાર સુધીમાં કુલ ₹39,571 કરોડનું ડિવિડેન્ડ વહેંચ્યું છે, જે કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવે છે.

- Advertisement -

ક્યારે મળશે પૈસા
કંપની મુજબ, શેરહોલ્ડર્સની મંજૂરી મળ્યા બાદ 31મી એજીએમ પૂર્ણ થયા પછીના ત્રીજા દિવસે ડિવિડેન્ડની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

કંપનીનો મજબૂત પરફોર્મન્સ
માર્ચ ત્રિમાસિકમાં TCS નો નેટ પ્રોફિટ 12% વધીને ₹13,718 કરોડ થયો છે. અગાઉના વર્ષની સરખામણીએ આ વૃદ્ધિ નોંધપાત્ર ગણાય છે.

રેવેન્યુમાં વધારો
ચોથી ત્રિમાસિકમાં કંપનીનું રેવેન્યુ લગભગ 9.6% વધીને ₹70,698 કરોડ સુધી પહોંચ્યું છે.

- Advertisement -

વાર્ષિક પરિણામ
સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025-26માં કંપનીનો કુલ નફો ₹49,210 કરોડ રહ્યો છે, જ્યારે કુલ રેવેન્યુ ₹2.67 લાખ કરોડને પાર ગયું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular