Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના ભાઈપુરામાં લારી મૂકવા જેવી બાબતે ખૂની ખેલ ખેલાયો એકનું મોત, એકની...

અમદાવાદના ભાઈપુરામાં લારી મૂકવા જેવી બાબતે ખૂની ખેલ ખેલાયો એકનું મોત, એકની હાલત ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) દિવસેને દિવસે હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. રોજ કોઈના કોઈ વિસ્તારમાં હત્યાની ઘટના બને છે, ત્યારે ફરી એક વાર અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદનાં ભાઈપૂરા વિસ્તારમાં લારી મૂકવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી હત્યામાં ફેરવાઇ ગઈ હતી. સમગ્ર મામલે ખોખરા પોલીસ (Khokhra Police) ઘટનાસ્થળે દોડી આવી હતી અને 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પ્રાથમિક વિગતો અનુસાર, ગતરોજ રાત્રે 10 વાગ્યા આસાપાસ અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં આવેલા પંજાબીતાળાની ચાલીમાં હત્યાની ઘટના બની છે. ભાઈપુરામાં રહેતો સતીષ ઈંડાની લારી મૂકી રહ્યો હતો. તે દરમિયાન અન્ય 4 જેટલા આરોપી ત્યાં આવ્યા હતા અને ‘અહિયાં ઈંડાની લારી મૂકવાની નહીં’ તેવું કહી ગાળગાળી કરી હતી. જે બાદ સતિષે ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયા હતા અને તેમની પાસે રહેલા છરા વડે સતીષ પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ સતીષના મામાને થતાં તેઓ પણ બચાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે આરોપીઓ તેમના ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સતીષને ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સતીષ અને તેના મામાને તાત્કાલિક સારવાર માટે એમબ્યુલેન્સ દ્વારા એલ. જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સતીષને મૃત જાહેર કર્યો હતો. ત્યારે તેના સાથે રહેલા મામાની હાલત ગંભીર હોવાનું મનાઈ રહ્યું છે.

- Advertisement -

ઘટનાની જાણ સતીષના પરિવારને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ બાબતે તેમણે ખોખરા પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ મામલે ખોખરા પોલીસે 4 જેટલા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તપાસ તેજ કરી છે.

Tag: Ahmedabad Crime News Today

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular