Thursday, April 16, 2026
HomeGujaratGandhinagarબિપોરજોયથી નુકસાનનું પેકેજ જાહેરઃ 240 કરોડ ફાળવ્યા પણ તેમાં સૌરાષ્ટ્રને રખાયું બાકાત

બિપોરજોયથી નુકસાનનું પેકેજ જાહેરઃ 240 કરોડ ફાળવ્યા પણ તેમાં સૌરાષ્ટ્રને રખાયું બાકાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં તાજેતરમાં બિપોરજોય નામનું વાવાઝોડું (Cyclone Biparjoy) ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં થઈ હતી, જેમાં મોટા પાયે ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને નુકસાન થયું હતું. થોડા દિવસ અગાઉ ગુજરાતનાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કહેવામા આવ્યું હતું કે, વાવાઝોડામાં થયેલા નુકસાન અંગે સર્વે કર્યા બાદ સહાયની જાહેરાત કરવામાં આવશે. ત્યારે આજે આ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન માટે ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા 240 કરોડના સહાય પેકેજની (Relief package) જાહેરાત કરવામાં આવી છે.

આજે સાહની જાહેરાત કરતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું કે, “વાવાઝોડામાં જે ખેડૂતોને અસર થઈ છે, તેવા ખેડૂતોને ફરીથી બેઠા કરવા ગુજરાત સરકાર દ્વારા પ્રયાસો હાથધરવામાં આવ્યા છે. અત્યાર સુધી સરકાર જે પેકેજ જાહેર કરતી તેમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તો જ સહાય પેટે રકમ ચૂકવવામાં આવતી હતી. પરંતુ આ વખતે 10 ટકા કે તેથી વધુ ઝાડ ઉખડી ગયા હોય અથવા નાશ પામ્યા હોય ત્યારે પ્રતિ હેકટર 25 હજારની જાહેરાત કરવામા આવી છે. બાગાયતી પાકના નુકસાનને લઈ પ્રતિ હેકટર 1 લાખ 25 હજાર રૂપિયા સહાય અસર ગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવશે, મહત્તમ 2 હેકટરની મર્યાદા સુધી આ સહાય મળી શકશે. આ સહાય ખાતાદીઠ ખેડૂતો સાતબાર અને આઠના દસ્તાવેજના અધારે મળવાપાત્ર છે. પાક નુકસાન સર્વેમાં 33 ટકા કે તેનાથી વધુ નુકસાન થયું હોય તેવા, તેમજ બાગાયતી ફળના ઝાડ ઉખડી જવાના કિસ્સામાં 10 ટકા તેથી વધુ નુકસાન થયેલું હોય તેવા સર્વે નંબર વાળા ખેડૂતો અને ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયો હોય તેવા તમામ ખેડૂતોને આ સહાય આપવામાં આવશે.”

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બિપોરજોય વાવઝોડાના કારણે મુખ્યત્વે 2 જિલ્લામાં પ્રભાવિત હતા, ગુજરાત સરકારે હાલ જે પકેજ જાહેર કર્યું છે તે કચ્છ અને બનાસકાંઠા આમ બે જિલ્લાઓ પૂરતું જાહેર કરવામાં આવ્યું છે. નુકશાનીનો અંદાજ અત્યારે આંકી શકાયો નથી. પાકને કેટલુ નુકસાન થયુ છે, તેના પ્રમાણમાં સર્વે કર્યો છે અને તેના ટકાવારી પ્રમાણે અંદાજ લગાવ્યો છે. આ સર્વેની કામગીરીમાં 311 જેટલી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ સહાયની જાહેરાત બે જિલ્લા પૂરતી કરવામાં આવી છે.”

બિપોરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના 9 જેટલા જિલ્લાઓ તેની ચપેટમાં આવ્યા હતા, પરંતુ ગુજરાત સરકારે માત્ર કચ્છ અને બનાસકાંઠા પૂરતી સહાયની રકમ જાહેર કરતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

સરકારે જાહેર કરેલા કૃષિ પેકેજ પર કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે, “જે રીતે બનાસકાંઠા અને કચ્છ જિલ્લા માટે સરકારે 240 કરોડની જાહેરાત કરી છે, પણ ઓફિસમાં બેસીને સર્વે ન થાય જમીન પર સર્વે કરવો જોઈએ. સરકાર ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા આપે છે, પરંતુ ખેડૂતોને નજીવી રકમ આપીને વાહાવાહી લૂંટવા જાય છે, આ ગેરવાજબી છે. કુદરતી આપદામાં સરકારે ખેડૂતોની મદદ કરવી જોઈએ. પણ સરકાર નજીવી સહાયનું પેકેજ આપ્યું છે, વાવઝોડામાં માત્ર કચ્છ અને બનાસકાંઠને નહીં પણ અન્ય જિલ્લાઓમાં પણ નુકસાન થયુ છે. કુદરતી આપદામાં પણ સરકારને મતનિતી દેખાય છે. આ ખેડૂતોની ખેતીને બરબાદ કરવા માટે સરકારનો વધુ એક જીવતો જાગતો દાખલો છે. 240 કરોડ એ સાવ નજીવું પેકેજ છે. 2400 કરોડની સરકારે રાહત આપવી જોઈએ ત્યાર બાદ એવું લાગે છે કે ગુજરાતનો ખેડૂત બેઠો થશે.”

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular