નવજીવન ન્યઝ. અમદાવાદ: Ahmedabad Crime News : ગુજરાતમાં ગૂનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાયદાનો જાણે કે કોઈ ડર જ ન હોય તે રીતે જાહેરમાં હત્યા જેવા બનાવો સામે આવે ત્યારે પોલીસ તંત્ર સામે પણ સવાલો ઊભા થાય છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં ત્રણ જેટલા હત્યાના બનાવો વચ્ચે એક 24 વર્ષીય યુવકની ગોળી મારીને હત્યા કરવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પાસેના દધિચી બ્રિજની નજીક 24 વર્ષીય યુવક સ્મિત ગોહિલની કોઈ અજાણ્યા વ્યક્તિઓ કે વ્યક્તિ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં યુવકને છાતીના ભાગે ગોળી વાગયાનું નિશાન મળી આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી મૃતક યુવકનો મોબાઈલ ફોન તથા ચાવીનું એક ઝૂમખું મળી આવ્યું હતું. મૃતક સ્મિતનું એક્સિસ વાહન પણ મળી આવ્યું હતું. મૃતક સ્મિતના એક્સેસ ટુ વ્હીલરમાંથી કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે મૃતકની ઓળખ તથા સરનામા જેવી વિગતો પોલીસને મળી હતી. પોલીસે મૃતક સ્મિતના પિતા રાજેશ ગોહિલને ઘટનાની જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
રાજેશ ગોહિલે પોતાના દિકરાની હત્યા કરનાર અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. રાજેશ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રે 9 વાગ્યાની આસપાસ સ્મિત ઘરેથી કોઈ મિત્રને શોધવા જવાની વાત કરીને ઘરેથી નીકળ્યો હતો. રાત્રે સ્મિતે દાદીને ફોન પણ કર્યો હતો અને 10 મિનિટમાં આવું છુ તેમ કહ્યું હતું. પરંતુ તે પરત ફર્યો ન હતો. ત્યારબાદ વહેલી સવારે પોલીસે ઘટનાની જાણ કરી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકને કોઈની સાથે કોઈ પ્રકારની અદાવત હતી કે કે, આરોપી એક છે કે એકઠી વધારે વગેરે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796