Tuesday, May 26, 2026
HomeNationalધરપકડ તો દૂર પોલીસ મને શોધી પણ નહીં શકે, મુકેશ અંબાણીને ફરી...

ધરપકડ તો દૂર પોલીસ મને શોધી પણ નહીં શકે, મુકેશ અંબાણીને ફરી મળી ધમકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મુંબઈ: એશિયા અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને (Mukesh Ambani) ખંડણીખોરો દ્વારા ધમકી મળવી સામાન્ય વાત બની છે. મુકેશ અંબાણીને છેલ્લા ચાર દિવસમાં ત્રણ વાર ખંડણી (Ransom) માગતો ઈમેલ મળ્યો છે. તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, ત્યારે ફરી મુકેશ અંબાણીને 400 કરોડની ખંડણી માગતો ઈમેલ મળવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને બે દિવસ અગાઉ એક ઈમેલ એડ્રેસ પરથી 20 કરોડની ખંડણી માગતો ઈમેલ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ અજાણ્યા વ્યક્તિએ 20 કરોડને બદલે 200 કરોડ ખંડણી માગતો ઈમેલ કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ 200 કરોડ ખંડણી માગવાની સાથે મુકેશ અંબાણીને બેસ્ટ શૂટર દ્વારા શૂટ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. મુકેશ અંબાણીને મળેલી ધમકીને લઈ ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તથા જે ઈમેલ આઈડી પરથી ઈમેલ કરવામાં આવ્યો છે તેની સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. સાયબર સેલની તપાસ દરમિયાન પણ ઈમેલથી ધમકી આપનારની ધરપકડ કરી શકાઈ નથી, ત્યારે ફરી અગાઉ આવેલા ઈમેલ આઈડી પરથી મુકેશ અંબાણીને 400 કરોડ ખંડણી માંગતો ઈમેલ મળ્યો છે.

- Advertisement -

આ ઈમેલમાં એવી પણ ધમકી આપવામાં આવી છે કે, પોલીસ મને શોધી શકતી નથી તો મારી ધરપકડ પણ કરી નહીં શકે. પોલીસે ઈન્ટરપોલ દ્વારા ઈમેલ એડ્રેસની શોધ કરવા બેલ્જિયમ વર્ચ્યુયલ પ્રાઈવેટ નેટવર્ક કંપની(VPN) પાસેથી મદદ માગી છે. આ ઈમેલ shaadabkhan@mailfence.com પરથી મોકલવામાં આવ્યો છે. ટેકનિકલ નિષ્ણાતો કે જે તપાસ કરી રહ્યા છે તેઓ એવું માને છે કે, આ IP એડ્રેસ બેલ્જિયમનું છે. સાથે જ ધમકી આપનાર અન્ય કોઈ દેશમાં રહીને ધમકી આપતા ઈમેલ કરી રહ્યો છે. તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા બેલ્જિયમ VPNનો ઉપયોગ કરે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular