Saturday, July 13, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદમાં મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટર 1 હજારની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદમાં મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટર 1 હજારની લાંચ લેતા ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad ACB Trap: અમદાવાદમાં પોલીસનો ભ્રષ્ટાચાર હવે દિવસેને દિવસે બહાર આવતા જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચનો કોન્સટેબલ 10 લાખ રૂપિયાની લાંચ કેસમાં ACBના હાથે ઝડપાયો હતો. ત્યારે આજે અમદાવાદના (Ahmedabad) મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટર અને તેમના રાઈટર પોલીસ કોન્સટેબલ લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસ કર્મી દ્વારા મુદ્દામાલ છોડવાના અભિપ્રાય આપવા બાબતે બે હજારની લાંચ (Bribe) માગી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં રહેતો ફરિયાદની સામે મારા મારીનો ગુનો બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જે મામલે ફરિયાદનું બાઈક મુદ્દામાલમાં કબ્જે લેવામાં આવ્યું હતું. આ બાઈકને છોડાવવા માટે ફરિયાદીએ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી માટે અભિપ્રાય આપવા માટે ડાયમંડ પોલીસ ચોકીના મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટર જે. એસ. રાવલ અને ચોકી રાયટર રીંકુ પટણીએ ફરીયાદી પાસે રૂપિયા 2000ની લાંચ માગી હતી. જે તે સમયે ફરિયાદી પાસેથી રૂપિયા એક હજારની લાંચ પણ પોલીસએ લઈ લીધી હતી અને બાકીના એક હજાર આજે આપવા માટે ફરિયાદને જણાવ્યું હતું.

- Advertisement -

ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી સમગ્ર મામલે ACBને જાણ કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ACBના પોલીસ ઈન્સ્પેકટર ડી. એન. પટેલ દ્વારા ડાયમંડ પોલીસ ચોકીની અંદર લાંચનું છટકું ગોઠવ્યું હતું આ દરમિયાન ફરિયાદી પાસેથી લાંચની રકમ એક હજાર રૂપિયા સ્વીકારતા પોલીસ સબ ઈન્સ્પેકટર અને પોલીસ કોન્સટેબલ ACBના હાથે ઝડપાઈ ગયા હતા. ACBએ બંને આરોપીને ડીટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટર એક હજારની લાંચ લેતા ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular