Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadIPL સિઝનની પ્રથમ મેચને લઇ ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ

IPL સિઝનની પ્રથમ મેચને લઇ ક્રિકેટ રસિયાઓમાં અનેરો ઉત્સાહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ: Ahmedabad News: આજથી IPL સિઝન 16નો (IPL 2023) ભવ્ય પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાવાના છે. અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાંથી લોકો સિઝનની પ્રથમ મેચ નિહાળવા આવવાના છે. જેને લઈ મેટ્રોના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં મેચ હોવાથી પ્રથમ વખત રાત્રિના અઢી વાગ્યા સુધી મેટ્રો દોડશે તેવો નિર્ણય મેટ્રો પ્રશાસને લીધો છે. લોકોની સુરક્ષામાં પોલીસ કાફલો પણ ખડેપગે તૈનાત રહેશે. ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં અનેક બોલિવૂડ સિતારાઓ પોતાના પર્ફોમન્સથી લોકોને મનોરંજન પુરો પાડશે. જેમાં અભિનેત્રી રશ્મિકા મંદના, તમન્ના ભાટિયા, કેટરીના કેફ, અને સિંગર અરિજિતસિંગ સહિતના કાલાકારો પર્ફોર્મ કરવાના છે. સ્ટેડિયમમાં 1500 જેટલા ડ્રોનથી IPL 2023 ટ્રોફીની પ્રતિકૃતિ આકાશમાં બનાવીને અભૂતપૂર્વ અદભુત નજારાનો રેકોર્ડ બનાવાશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગત વખતની ડિફેન્ડિંગ ચેમ્પપિયન ગુજરાત ટાઈટન્સ અને IPLના ઈતિહાસમાં ચાર વખત ખિતાબ મેળવનારી ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવાનો છે, જેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે યુવા કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ ટકરાશે.

- Advertisement -

આજે સિઝનની પ્રથમ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી ક્રિક્રેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ગુજરાતની ટીમ મેચમાં રમવાની અને ગુજરાતના ઘરઆંગણે યોજાવાને લઇ પ્રક્ષેકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1 લાખથી વધુ દર્શકો મેચ નિહાળવા ઉમટશેનો અંદાજ છે ત્યારે સમ્રગ સ્ટેડિયમ દર્શકોથી ખીચોખચ ભરેલુ રહેશે.

કાળાબજારીયા પર પોલીસની નજર

IPL યોજાતા પહેલા ટિકિટોની કાળાબજારી કરતા કેટલાંક કાળાબજારીયાઓ પણ સક્રિય જોવા મળશે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ આ ટિકિટના કાળાબજારીઓને ઝડપી પાડવા આદેશ કરતું એક જાહેરનામું બહાર પાડ્યુ છે. જેમાં ટિકિટોનું કાળાબજાર કરતા તત્વો સામે 1951ની, 131 કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે હોવાનો ઉલ્લેખ કરાયો છે. IPLને લઇ કેટલાંક લેભાગુ તત્વો લોકોની ગરજનો ફાયદો ઉઠાવી બે ગણી કિંમતે ટિકિટનું વેચાણ કરતા હોય છે. તેની સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે.

મોબાઇલ પર્સ સિવાય તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

સ્ટેડિયમમાં મોબાઇલ, પર્સ સિવાય અન્ય તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. એટલે કોઇપણ પ્રકારની ચીજવસ્તુઓ સાથે સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે.

- Advertisement -

બપોરે 2 વાગ્યાથી મોટેરા સ્ટેડિયમ પાસે વાહનવ્યવહાર રહેશે બંધ

આજે બપોરે બે વાગ્યાથી જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધી વાહનવ્યહાર બંધ થઇ જશે અને ત્રણ વાગ્યાની આસપાસ પ્રેક્ષકો મેદાન તરફ દોટ મૂકશે. વિસતથી ઓ.એન.જી.સી. થઈ તપોવન સર્કલ સુધી વાહનોની અવર-જવર ચાલુ રહેશે. મેચ હોવાને લઇ મેટ્રોની સાથોસાથ 29 જેટલી વધારાની BRTS બસ પણ ફાળવામાં આવી છે. જેથી ક્રિક્રેટ રસિયાઓ સ્ટેડિયમ સુધી પહોંચી શકશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular