Sunday, May 24, 2026
HomeGeneralઅમદાવાદ કોંગ્રેસમાં વિખવાદ, વિપક્ષના નેતાનું નામ જાહેર થતા 10 કોર્પોરેટરનું રાજીનામું

અમદાવાદ કોંગ્રેસમાં વિખવાદ, વિપક્ષના નેતાનું નામ જાહેર થતા 10 કોર્પોરેટરનું રાજીનામું

- Advertisement -

નવજીવન. અમદાવાદ: અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીને લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણને જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા જાહેર થતા જ અમદાવાદ કોંગ્રેસમાં વિખવાદ ઉભો થઈ ગયો છે. અમદાવાદ કોર્પોરેશનના 10 જેટલા કોંગ્રેસી કોરપોરેટર્સ આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ કાર્યાલય આવીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપી દીધું હતું. આવા સમયે ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ સામે પડકાર ઉભો થયો છે.

એક વર્ષ સુધી વિપક્ષની જગ્યા ખાલી હતી તેની ઉમેદવારી માટે છેલ્લા એક વર્ષથી કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આજે શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા બનાવવાની વાત બહાર આવતા અમદાવાદ કોંગ્રેસના 10 જેટલા કોર્પોરેટર્સ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખને રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. આ કોર્પોરેટર્સની માગ છે કે શહેજાદ ખાન સિવાય કોઈને પણ વિપક્ષના નેતા બનવવામાં આવે તેની સાથે અમે સંમત છે. શહેજાદ ખાન મહિલાઓનું અપમાન કરે છે અને અસભ્ય વર્તન કરે છે જેથી તેમને આ પદ આપવામાં ન આવે.

- Advertisement -



આજે અમદાવાદ કોંગ્રેસના કમળાબેન ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મિર્ઝા, જમના વેગડા, માધુરી કલાપી, કામિની ઝા, નીરવ બક્ષી, ઇકબાલ શેખ, તસ્લીમ તિર્મિઝી અને ઝુલ્ફીખાન પઠાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પોતાનું રાજીનામુ આપી દીધું હતું. તેમનો આક્ષેપ છે કે કોઈ એક વ્યક્તિના હિત માટે શહેજાદ ખાન પઠાણને વિપક્ષના નેતા બનવવામાં આવી રહ્યા છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular