નવજીવન. સાબરકાંઠા: ઉતરાયણ પર્વ આમ તો મઝા લુંટવાનો તહેવાર ગણાય છે. પરંતુ જેના લીધે કેટલાક પરિવારોમાં આનંદ પણ છીનવાઈ જાય છે. દોરી-પતંગ લૂંટવા તથા કપાવાથી ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થાય છે ત્યારે સાબરકાંઠાના મુડેટી ગામમાં પતંગ લૂંટવા દોડેલો બાળક યુવક આવવારું કુવામાં ખાબકતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પતંગ લૂંટાવની લાહ્યમાં બાળક કુવામાં ખાબકતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.
સાબરકાંઠા જીલ્લાના ઇડરના મૂડેટી ગામે પતંગ લૂંટવા ધ્યાનચુક થતા તરુણ વયનો બાળક અવાવરું કુવામાં ખાબક્યો હતો. આશરે ૧૫ વર્ષની ઉંમરનો તરુણ પતંગ પકડવા જતા અવાવરું કૂવામાં ખાબક્યો હતો. બનાવની જાણ થતા ઇડર ફાયર ઘટના સ્થળે પહોંચ્યું હતું. ઈડર ફાયરે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમ દ્વારા તરુણ વયના બાળકને કુવામાંથી બહાર કાઢી ૧૦૮ મારફતે ઈડર સિવીલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












