નવજીવન અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ચોરએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. એક જ પેટર્ન દ્વારા ચોરએ દસ દિવસની અંદર બીજી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જ્વેલર્સની દુકાનમાં દીવાલમાં બાકોરું પાડીને ચોરએ ચોરીનો અંજામ આપ્યો છે.
ચાંદખેડા વિસ્તારમાં દીવાલમાં બાકોરું પાડીને ચોરી કરવાની બીજી ઘટના પ્રકાશિતમાં આવી છે. ચાંદખેડામાં આવેલી ગજાનંદ જ્વેલર્સની દુકાનમાં ચોરએ હાથ ફેરો કર્યો છે. જેમાં લગભગ રૂપિયા 15 લાખના દાગીનાની ચોરી કરવામાં ચોર સફળ રહ્યા છે. રાત્રી કર્ફયુ દરમિયાન આ પ્રકારની ધટના બનતા પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થઇ રહી છે.

થોડા દિવસ અગાઉ પણ ચાંદખેડાના આઇઓસી વિસ્તારમાં ચોરએ રાજ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવીને અંદાજિત 20 લાખથી વધુના દાગીનાની ચોરી કરી ચોર રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે આજે પણ આ પેટર્નથી ચોરી કરવામાં આવી છે.








