નવજીવન ન્યૂઝ.અમદાવાદ: તાજેતરમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) વ્યાજ ખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો. જેના પગલે ગુજરાતભરમાં પોલીસ (Gujarat Police) લોકદરબાર (Lok Darbar) ભરીને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરો (Usurers) સામે અભિયાન ચલાવી રહી છે. તેમ છતાં પણ વ્યાજખોરોના પેટનું પાણી નથી હલતું. ત્યારે અમદાવાદના (Ahmedabad) નારોલમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કરતાં હોવાની ઘટના સામે આવી છે. વેપારીએ 8 કરોડના બદલે 14 કરોડ રૂપિયા આપ્યા હોવા છતાં પણ વ્યાજખોરો ત્રાસ આપી ધમકી આપતા અંતે વેપારીએ કંટાળીને નારોલ પોલીસ સ્ટેશન (Narol Police Station) ખાતે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા કમલકુમાર દેશરાજ ડોગરા ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા છે. 2020માં મહામારીના કારણે લોકડાઉન લાગુ પડતા મંદીના કારણે આર્થિક સંકળામણમાં મૂકાયા હતા. જેના પગલે તેમણે ઓળખીતા ફાલ્ગુન બીપીન મહેતાનો સંપર્ક કર્યો હતો. ફાલ્ગુન મહેતા કહ્યું હતુ કે, મારો વ્યાજનો ધંધો છે. નવ ટકાના લેખે નાણાં ધીરુ છું અને કોઈ વ્યાજના નાણાં ન ચૂકવે તો મને પઠાણી ઉઘરાણી કરતા આવડે છે. ફરિયાદીને આઠ કરોડ જરૂરિયાત હોવાથી ફાલ્ગુન મહેતાએ પોતાના મિત્રો પાસેથી 7,75,62,000ની રકમ 9 ટકાના વ્યાજ અપાવી હતી. ત્યારબાદ ફરિયાદી કમલકુમારે અલગ -અલગ એકાઉન્ટમાં 11,15,90,000 રકમ વ્યાજ સહિત જમા કરાવી હતી. તેમ છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. આરોપીઓએ ધાકધમકી આપી 2,65,00,000 રોકડા રૂપિયા પડાવી લીધા હતા, સાથે જ ફરિયાદીના દિકારાની 7 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની કાર, 1 કરોડની મર્સિડિઝ અને ફોર્ચ્યુનર કાર પણ આરોપી લઈ જઈને તેમના નામે ટ્રાન્સફર કરાવી લીઘી હતી. આમ ફરિયાદી પાસેથી ધર્મેશ પટેલ તેમનો દીકરો પ્રેમ પટેલ અને ફાલ્ગુન મહેતા કુલ 14 કરોડથી વધુની રકમ વસૂલી લીધી હતી.
ફરિયાદી કમલકુમારે જણાવ્યુ કે ધર્મેશ પટેલ ,પ્રેમ પટેલ, ફાલ્ગુન મહેતા પાસેથી વ્યાજ લીધેલી રકમ સમયસમર વ્યાજ સહિત ચૂકવી દીધી હતી. તેમ છતાં પણ ધાકધમકીઓ આપી વ્યાજખોરોએ પૈસા વસૂલવાનો ચાલુ રાખ્યુ હતુ. જેના કારણે પરિવાર વ્યાજખોરીના વિષચક્રમાં ફસાઈને પાયમાલ થઈ ગયો હતો. ફરિયાદી પાસે પૈસા ન હોતા છત્તા પણ અવાર-નવાર વ્યાજખોરો અલગ-અલગ નંબર પરથી ધમકી આપતા હતા.
ફાલ્ગુન મહેતાએ 4 એપ્રિલના રોજ ધર્મેશ પટેલના ઘરે ફરિયાદીને બોલાવ્યા હતા અને પૈસાની માગણી કરી હતી. જ્યારે ફરિયાદી પૈસા ન હોવાનું કહેતા ધર્મેશ પટેલ અને તેના પુત્ર પ્રેમ પટેલે ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને ગડદાપાટુનો માર માર્યો. મામલો આટલેથી ન અટક્તા ફરિયાદીના પુત્ર, પુત્રી અને પત્નીને ઉપાડી જવાની ધમકી આપી હતી. ફરિયાદીના કોટક મહેન્દ્ર બેન્ક માર્ગેજ મિલ્કતો વ્યાજખોરોએ તેઓની પત્નીઓને નામે કરાવી દેવા રજીસ્ટર ઓફિસમાં ટોકન લઈ કરાવી દીધી હતી. જે મામલે ફરિયાદીએ ફાલ્ગુન મહેતા, ધર્મેશ પટેલ, પ્રેમ ધર્મેશ પટેલ સહતિ 8 લોકો સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








