Saturday, May 23, 2026
HomeGujaratપાટણઃ તળાવમાં ન્હાવા ગયેલા બે કિશોરોના ડૂબી જતા મોત

પાટણઃ તળાવમાં ન્હાવા ગયેલા બે કિશોરોના ડૂબી જતા મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.પાટણ: પાટણ (Patan) જિલ્લામાં ગરમીથી રાહત મેળવવા માટે બે કિશોરો તળાવમાં ન્હાવા માટે ગયા હતા. જોકે તળાવમાં ડુબકી લગાવ્યા બાદ બંને કિશોરો પાણીમાં ગરકાવ થઈ જતાં બંને કિશોરના મોત નીપજ્યા છે. બંને બાળકોના પાણીમાં ગરકાવ થયા અંગેની માહિતી પરિવારને થતાં બંને કિશોરના પરિવારજનો તળાવ ખાતે આવી પહોંચ્યા હતા. બાળકોના મોતથી પરિવારનું હૈયાફાટરૂદન સામે આવ્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણના શંખેશ્વરમાં (Shankheshwar) આવેલા ખારસોલ ગામે બપોરના સમયે બે કિશોરો ગરમીથી રાહત મેળવવા માટે ગામમાં આવેલી તળાવમાં ન્હાવા પડ્યા હતા. નાહતા-નાહતા કિશોરો પાણીના ઉંડાઈમાં ગરકાવ થઈ જતા બચાવ બચાવની બૂમો પાડી રહ્યા હતા. જોકે બપોરનો સમય હોવાથી તળાવની આસપાસમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી બાળકો પાણીમાં ડૂબી ગયા હતા.

- Advertisement -

તળાવમાં ન્હાવા ગયેલા કિશોરો ઘણો સમય વીતી ગયા બાદ પણ ઘરે પરત ન આવતા પરિવારજનોએ બાળકોની શોધખોળ હાથધરી હતી. ત્યારે પરિવારે તળાવમાં જોતા બે મૃતદેહ મળી આવ્યા હતા. કમનસીબે બંને મૃતદેહ તેમના બાળકોના જ હોવાથી પરિવારના માથે આભતૂટી પડ્યું હતું. બંને કિશોરમાં એકનું નામ આનંદ કિશોરભાઈ દેવીપૂજક અને શ્રીરાજ ધીરુ દેવીપૂજક હોવાનું સામે આવ્યુ છે. બંને કિશોરોના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે શંખેશ્વરઆરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular