નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ કહેવાય છે કે દોસ્તીની કોઈ વ્યાખ્યા નથી હોતી, હાથ ફેલાવો ત્યાં હૈયું આપી દે તેને મિત્ર કહેવાય. પરંતુ અમદાવાદમાં આ કહેવતથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે. જેમાં મિત્રની પત્ની સાથે સબંધ રાખવા દબાણ કરવામાં આવતા મિત્રનું હૈયું કાઢી નાખવામાં આવ્યું છે. શહેરના બાપુનગર વિસ્તર (Bapunagar Area) માં એક ગુમ થયેલા યુવકની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સામે આવ્યું હતું કે મિત્રની પત્ની સાથે લગ્નેતર સબંધની શંકાએ પતિ-પત્નીએ ભેગા મળીને પતિના મિત્રને હત્યા કરી નાખી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા મોહંમદ મેરાજ મોહંમદ સલીમ પઠાણ (ઉં. 40) ગત 22 જાન્યુઆરીના રોજ સવારના સમયે થોડીવારમાં આવું છું કહીને ઘરેથી નિકળ્યો હતો. ત્યારબાદ ઘરે પરત ન ફરતાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. યુવક ગુમ થતા તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સપેક્ટર પી.એચ. જાડેજાને સોંપાતા ગુમ થનારા યુવકની માતા શકીનાબીબી પઠાણ, ભાઈ મોહંમદ ઈમરાન તથા પત્નિ નસરીમબાનુની પૂછપરછ કરવામાં આવી હતી.
પરિવારની પુછપરછમાં સામે આવ્યું હતું કે, ગુમ થનાર મોહમદ મેરાજને મિત્ર મોહમદ ઇમરાન ઉર્ફે સુલ્તાન સૈયદ છેલ્લા કેટલાક વર્ષથી વધુ પ્રમાણમાં સંપર્કમાં હતો. મેરાજ તેના ઘરે અવાર-નવાર જતો હતો. જ્યારે પણ ઈમરાનનો ફોન આવે ત્યારે મોહંમદ મેરાજ તેને મળવા માટે પહોંચી જતો હતો. ઈમરાનની પત્ની રીઝવાના ઉર્ફે નેતા ચારિત્ર બરાબર નહીં હોવાના પરિવારને જાણવા મળતા મિત્ર ઈમરાન સાથે વધુ સંબંધ નહી રાખવા માટે અને તેના ઘરે સમજાવ્યું હતું. મોહંમદના ગુમ થવા પાછળ તેના મિત્ર ઈમરાન અને તેની પત્ની રીઝવાનાનો હાથ હોવાનું પરિવારનું માનવુ હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઈમરાન અને તેની પત્ની રીઝવાના અંગે ખાનગી રીતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઈમરાનની પત્ની રીઝવાનાને મોહંમદ મેરાજ લગ્નેતર સબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જેથી ઈમરાનને બોલાવી પોલીસે પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, મોહંમદ મેરાજ તેનો મિત્ર હતો. જેથી અવાર-નવાર ઘરે આવતો હતો અને પત્નીને છેડતી કરતો હતો. આ અંગેની દાઝ રાખીને પત્નીની મદદથી સરપ્રાઈઝ ગીફ્ટ આપવાના બહાને મોહંમદ મેરાજને ઘરે બોલાવ્યો હતો.
મોહંમદ મેરાજ ઈમરાનના ઘરે આવતા તેની પત્નીએ મોહંમદ મેરાજના આંખો પર દુપટ્ટો બાંધ્યો હતો. આ દરમિયાન ઈમરાને મોહંમદ મેરાજના પેટમાં તલવાર ધુસાડી આરપાર કરીને મારી નાખ્યો હતો. જોકે આટલેથી સંતોષ ન થતા માથું ધડથી અલગ કરીને માથાને કચરાના ઢગલામાં ફેકી દીધું હતું અને લાશના ટુકડાઓ કરીને થેલામાં ભરી ઓઢવ ફાયર બ્રિગેડની પાછળની કેનાલમાં ફેંકી દીધા હોવાની કબુલાત કરી હતી. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં યુવકના ગુમ થવાના કેસમાં હત્યા થઈ હોવાનું પુરવાર થતા પતિ-પત્નીની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








