Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadબેફામ AMTS ચાલકે માસૂમને કચડ્યો, બાળકના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ

બેફામ AMTS ચાલકે માસૂમને કચડ્યો, બાળકના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad AMTS Accident : અમદાવાદમાં અવાર-નવાર BRTS અને AMTS બસ (Bus Accident) પોતાની બેફામ ગતિના કારણે લોકોને અડફેટે લેતી હોય છે. બસ ચાલકો દ્વારા બેદરકારીપૂર્વક બસ ચલાવવાના પગલે અનેક નિર્દોષ લોકોને જીવ પણ ગુમાવો પડતો હોય છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) વધુ એક વાર AMTS બસચાલકની બેદરકારીના કારણે માસૂમ બાળક મોતને ભેટ્યો છે. અમદાવાદના પ્રેમ દરવાજ પાસે બેફામ AMTS ચાલકે બાળકને અડફેટે લીધું હતું. જેના કરેને બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે F ડીવીઝન ટ્રાફિક પોલીસની (Ahmedabad Police) ટીમે AMTS ડ્રાઇવર સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મંગળવારની સાંજે ૯ વાગ્યાના અરસામાં એક 8 વર્ષનું બાળક પોતાના ઘરે જવા માટે પ્રેમ દરવાજા પાસેથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન એક પૂરઝડપે આવી રહેલી AMTS બસ યમરાજ બની બાળક પર ફરી વળી હતી. જેના કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ AMTS બસ ચાલકને મેથી પાક ચાખડ્યો હતો. ત્યાં હાજર લોકોએ બાળકને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની હોસ્પિટલ મોકલી આપ્યું હતું. પરંતુ બાળકને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

ઘટનાની જાણ F ટ્રાફિક ડિવિઝને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ મામલે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જનાર AMTS ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ પોલીસે મૃતક બાળકના પરિવારને કરતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular