Thursday, June 4, 2026
HomeNationalચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ સફળ; દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત પહેલો દેશ બન્યો

ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ સફળ; દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત પહેલો દેશ બન્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Chandrayaan 3 Moon Landing: ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) આજે સાંજે ચંદ્રની સપાટી પર ઉતર્યું ચૂક્યું છે. જેના કારણે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતા લેન્ડર મોડ્યુલે સાંજે 6:04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.

દરમિયાન, ભારતે આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી તે જાણવાની પણ ઉત્સુકતા છે. ચાલો જાણીએ આ મિશન સફળ થવાના પાંચ કારણો…

- Advertisement -

2019ના ચંદ્રયાન-2 મિશનમાંથી શીખ્યા પાઠ

ચંદ્રયાન-3 પહેલા 22 જુલાઈ 2019ના રોજ ચંદ્રયાન-2 લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરનાર કોઈપણ દેશ દ્વારા પ્રથમ અવકાશ મિશન હતું. જો કે, ચંદ્રયાન-2 મિશનનું વિક્રમ ચંદ્ર લેન્ડર 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ચંદ્ર પર ક્રેશ થયું હતું. ઈસરોના વૈજ્ઞાનિકો પણ આ મિશનમાંથી ઘણું શીખ્યા હતા. ઈસરોના વડા એસ. સોમનાથ કહે છે કે, 2019નું ચંદ્રયાન-2 મિશન આંશિક રીતે સફળ રહ્યું હતું, પરંતુ તેમાંથી મેળવેલ અનુભવ ચંદ્ર પર લેન્ડર લેન્ડ કરવાના ઈસરોના નવા પ્રયાસમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયો હતો. આ અંતર્ગત ચંદ્રયાન-3માં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે નવા ઉપકરણો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ સુધારેલા છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર ન ઉતરી શકવાના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

લેન્ડરમાં પાંચની જગ્યાએ ચાર એન્જિન લગાવવામાં આવ્યા હતા

- Advertisement -

ચંદ્રયાન-2ના લેન્ડરમાં પાંચ એન્જિન હતા જ્યારે આ વખતે લોડ ઘટાડવા માટે ચંદ્રયાન-3માં ચાર એન્જિન લગાવવામાં આવ્યા હતા. ચંદ્રયાન-3 માં લેસર ડોપ્લર વેલોમેટ્રી સાથે ચાર એન્જિન લગાવવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય ચંદ્ર ઉતરાણના તમામ તબક્કા દરમિયાન તેની ઊંચાઈ અને દિશાને નિયંત્રિત કરવાનો હતો.

લેન્ડરના પગ પહેલા કરતા વધુ મજબૂત બનાવ્યા

ચંદ્રયાન-3માં કોઈપણ અણધારી અસરનો સામનો કરવા માટે પગ મજબૂત કરવામાં આવ્યા હતા. આની સાથે વધુ સાધનો, અપડેટેડ સોફ્ટવેર અને મોટી ઇંધણ ટાંકી હતી. આ એટલા માટે કરવામાં આવ્યું હતું કે છેલ્લી ઘડીમાં કોઈપણ ફેરફાર કરવાના હોય તો આ સાધનો નિર્ણાયક બની શકે.

- Advertisement -

ઉતરાણ વિસ્તાર વિસ્તૃત

ચંદ્રયાન-2માંથી શીખીને ઈસરોએ ચંદ્રયાન-3માં વ્યાપક ફેરફારો કર્યા છે. ચંદ્રયાન-2ના લેન્ડિંગ માટે જે વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો તેમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. ઉતરાણ માટે લગભગ 10 ચોરસ કિલોમીટરનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો.

વૈકલ્પિક લેન્ડિંગ સુવિધાથી સજ્જ

ઈસરોએ ટેસ્ટ દરમિયાન નક્કી કર્યું હતું કે, જો એક જગ્યા લેન્ડિંગ માટે યોગ્ય નથી તો બીજી જગ્યા પણ તૈયાર થઈ રાખીશું. ચંદ્રયાન-3ને લક્ષ્ય સ્થળથી આગળ અને પાછળ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અગાઉથી નક્કી કરવામાં આવ્યું હતું કે, એક કિલોમીટરની ત્રિજ્યામાં તેનું સુરક્ષિત ઉતરાણ થઈ શકે છે. ચંદ્રયાન-3 માટે ફ્લેટ સાઇટ પસંદ કરવામાં આવી છે. કારણ કે તે સમયે જો કોઈ પદાર્થ રસ્તામાં આવે તો પણ ચંદ્રયાનનું સંતુલન બગડવા નહીં દે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular