Friday, May 1, 2026
HomeGujaratકોંગ્રેસના ઉમેદવારનો ઠુમકા પ્રચાર વાયરલ, મોજમાં કાર્યકરો સ્ટેજ પર ચઢ્યા (Video)

કોંગ્રેસના ઉમેદવારનો ઠુમકા પ્રચાર વાયરલ, મોજમાં કાર્યકરો સ્ટેજ પર ચઢ્યા (Video)

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર આજ સાંજથી થંભી જશે. છેલ્લી ઘડીએ પ્રજાને આકર્ષવા નેતાઓ અવનવા પ્રયોગ કરી રહ્યા છે. તેવામાં આણંદ (Anand) ની બોરસદ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે (Congress Candidate Rajendra Parmar) પ્રજાને મનોરંજન કરાવવા માટે મહિલા ડાન્સરને બોલાવતા વિવાદ વકર્યો છે. હાલ ડાન્સરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આણંદની બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમારે પોતાના વિસ્તારના મતદારના મત જીતવા માટે મહિલા ડાન્સરનો સહારો લીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમારે આ બેઠક પર પોતાની પકડ બનાવી રાખવા માટે મદારોને રીઝવવા માટે ડાન્સરનો સહારો લેતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં બોરસદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના રમણ સોલંકી સામે જીત મેળવી હતી.

- Advertisement -

આ વર્ષની ચૂંટણીમાં અનેક જગ્યાઓએ નેતાઓની સભામાં ભીડ ઓછી જોવા મળી હતી. જેના કારણે અનેક નેતાઓની નાક કપાવવા જેવી પરિસ્થિતી ઊભી થઈ હતી. કોંગ્રેસના ઉમેદવારની સભા ખાલી ન રહી જાય તે માટે જાહેરમંચ પર મહિલા ડાન્સરને બોલાવવામાં આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જાહેરમંચ પર કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારનું પોસ્ટર લાગેલું હતું જ્યાં મહિલા ડાન્સર ઠુમકા લગાવી રહી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular