Sunday, August 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં જૂની અદાવતમાં 5 આરોપીઓએ યુવકનું કાસળ કાઢી નાંખ્યુ

અમદાવાદમાં જૂની અદાવતમાં 5 આરોપીઓએ યુવકનું કાસળ કાઢી નાંખ્યુ

- Advertisement -

નવજીવનન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પાંચ જેટલા આરોપીએ છરીના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરી દીધી છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ લોકોએ પોલીસની કરતા મેઘાણીનગર પોલસ (Meghani Nagar Police)કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ મામલે મેઘાણીનગર પોલીસે 5 થી 6 જેટલા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા યુવક રવિ ભદોરિયાની તેના જ વિસ્તારમાં રહેતા આરોપીઓ સાથે જૂની અદાવતમાં તકરાર ચાલતી હતી, ગઈકાલે રાત્રે રવિની આરોપી સાથે જૂની અદાવતને કારણે બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી. જોકે જે તે સમયે સ્થાનિકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ રાત્રે 10 વાગ્યાના અરસામાં રવિ ભાર્ગવ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આરોપીઓ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને રવિને પાઈપો અને છરી વડે ઘા માર્યા હતા. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં સ્થાનિકોના ટોળેટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ લોકોએ પોલીસને કરતા મેઘાણી નગર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે રવિને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

પોલીસે રવિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. હાલ આ મામલે મેઘાણીનગર પોલીસે પાર્થ ચૌહાણ, કરણ ચૌહાણ, રવિ પટેલ સહિત અન્ય બે વ્યક્તિઓ મળીને કુલ 5 જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક રવિ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, તેના પર લૂંટ મારામારી સહિતના ગુના ભૂતકાળમાં નોંધયેલા છે.

Tag: Ahmedabad Crime News Today Gujarati

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular