Wednesday, February 18, 2026
HomeGujaratમોડાસા : મિલ્કતની અદાવતમાં મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી

મોડાસા : મિલ્કતની અદાવતમાં મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી

- Advertisement -

જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા પુરષોત્તમ નગર સોસાયટીમાં રાત્રીના સુમારે મિલ્કત અને નોકરીની અદાવતમાં મોટા ભાઈને જાણે માથે ખૂન સવાર થતાં ઝનૂની બન્યા હતા. નાના ભાઈને ગડદા પાટુનો માર મારી ગળુ દબાવી હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસાના મેઘરજ રોડ પર આવેલી એક રહેણાંક સોસાયટીમાં જર, જમીન અને જોરૂ ત્રણે કજીયાના છોરુંની કહેવત સાર્થક થઇ હતી. પુરષોત્તમ નગર સોસાયટીમાં એક જ ઘરમાં સહિયારા પરિવારમાં રહેતા રોહિત ઈશ્વરભાઈ રાઠોડે મોટા ભાઈ યોગેશ ઈશ્વર રાઠોડ સાથે મિલ્કતના હિસ્સા અને નોકરી અંગે ઝગડો થતા ઝનૂની સ્વભાવ ધરાવતો મોટા ભાઈ યોગેશે છાતીના ભાગે લાત મારી જમીન પર પછાડી ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. પરિવારજનોએ રોકોક્કળ કરી મુકતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. હત્યાની ઘટનાના પગલે મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -

મોડાસા ટાઉન પીઆઈ ડી.બી.વાળા અને તેમની ટીમે હત્યારો યોગેશ ઈશ્વર રાઠોડને રાઉન્ડ અપ કરી લઇ જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular