Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadમાલદિવ્સ જઈ રહેલી ફ્લાઇટ બે મુસાફરોને અમદાવાદ મૂકીને જતી રહી, જાણો શું...

માલદિવ્સ જઈ રહેલી ફ્લાઇટ બે મુસાફરોને અમદાવાદ મૂકીને જતી રહી, જાણો શું છે કારણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટમાં મુસાફરોની ગેરવર્તણૂકના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં દારૂ પીને એકબીજા સાથે મારમારી કરવી, અન્ય મુસાફર પર પેશાબ કરવું કે પછી ફ્લાઈટના ક્રૂ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરવાના અનેક કિસ્સાઓ હાલમાં જ સામે આવ્યા છે. ત્યારે માલદિવ્સ (Maldives) જતી એક ફ્લાઈટના પાઇલોટ બે મુસાફરોને અમદાવાદમા જ મૂકીને જતાં રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બે મુસાફરો દારૂ પીને ફ્લાઈટમાં માથાકૂટ કરતાં પાઇલોટે તેમને અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર ઉતારી દેવાનો નિર્ણય કર્યો હતો.

પ્રાથમિક જાણકારી મુજબ, અબુધાબીથી માલદિવ્સ (Abu Dhabi to Maldives) જઈ રહેલી વિઝ એરલાઇન્સની (Wizz Airlines) ફ્લાઈટમાં બે મુસાફરોએ દારૂ પીને એકબીજા સાથે માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું, તે દરમિયાન ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ વચ્ચે પડતાં આ મુસાફરોએ ક્રૂ મેમ્બર્સ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. જેના કારણે ક્રૂ મેમ્બર્સે પાઇલોટને જાણ કરતાં પાઇલોટે તાત્કાલિક નજીકના અમદાવાદ એરપોર્ટનો સંપર્ક કર્યો હતો અને ઈમરજન્સી લેંડિંગની પરમીશન માગી હતી.

- Advertisement -

અમદાવાદ એરપોર્ટ પર લેંડિંગની પરમીશન મળતા જ પાઇલોટે ફ્લાઇટનો રૂટ ડાઇવર્ટ કરીને અમદાવાદમાં લેન્ડ કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓ દ્વારા બંને મુસાફરો અલી અહેમદ અલ હબીબી અને મહા અલી હેમદ આમિર અલ હબીબીને ફ્લાઇટમાંથી ઉતારી દીધા હતા અને પરત અબુધાબી ડિપોર્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી અબુધાબીથી માલદિવ્સ જઈ રહેલી ફ્લાઇટ આ બંને મુસાફરોને મુકીને માલદિવ્સ જવા રવાના થઈ ગઈ હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular