નવજીવન ન્યૂઝ. નવસારી: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સતત હાર્ટ એટેક અવાવના કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે નવસારીમાં (Navsari) વધુ એક હાર્ટ એટેકનો (Heart Attack) કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 17 વર્ષની કિશોરીને શાળામાં હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. શાળામાં ભણતી કિશોરીને હાર્ટ એટેક આવતા હવે વાલીઓ પણ ચિંતિત બન્યા છે.
મળતી માહિતી અનુસાર, નવસારીની એ. બી. સ્કૂલ ધોરણ 12માં અભ્યાસ કરતી તનિષા ગાંધી નામની વિદ્યાર્થિનીને આજે સવારે રિસેસ દરમિયાન છાતીમાં દુખાવો શરૂ થયો હતો, જેના કારણે તે જમીન પર ઢળી પડી હતી. ઘટનાને પગલે અન્ય વિદ્યાર્થીઓએ શિક્ષકોને જાણ કરતા શિક્ષકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક એબ્મબ્યુલેન્સને મારફતે તનીષાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ કમનસીબે તનિષાને સારવાર મળે તે પહેલા હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે શાળાએ તનીષાના પરિવારને જાણ કરતા પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બાળકીના મૃત્યુના સમાચાર મળતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. વિદ્યાર્થિનીના મૃત્યુથી શાળાના વિદ્યાર્થીઓમાં પણ શોકનો માહોલ છવાયો હતો.
હાર્ટ એટેક આવવાના લક્ષણો
બેચેની થવી
બંને હાથ અને છાતીના ભાગે દુખાવો થવો
મન અશાંત રહેવું
સતત ચક્કર આવવા
સતત પરસેવો થવો
હાર્ટ એટેકથી બચાવા શું કરવુ જોઈએ
કોલસ્ટ્રોલ પર નિયંત્રણ રાખવું
વજન નિયંત્રિત રાખવું
વધારે પડતુ તેલ ખાવવાથી બચવું
ધૂમ્રપાન સેવન ન કરવું
કસરત કરવી
હેલ્ધી ડાયટ રાખવું
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796