નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) પરિમલ અંડર બ્રિજ પાસે અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. યુવક પૂરઝડપે અંડર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એક્ટિવા સ્લીપ થઈ જતાં યુવક રેલિંગ સાથે ભટકાયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસને થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે SVP હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તેમજ પોલીસે અકસ્માતમાં યુવકના મોત અંગે પોલીસે પરિવારને જાણ કરતા પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદના પરિમલ અંડર બ્રિજમાં બપોરે 4 વાગ્યાના અરસામાં એક યુવક એકટિવા લઈને પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક એકટિવાનું ટાયર ફાટતા યુવક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બ્રિજની રેલિંગ સાથે અથડાયો હતો. જેથી યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર મળે તે પહેલા જ યુવકે ઘટનાસ્થળ પર દમ તોડ્યો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. બનાવની જાણ લોકોએ પોલીસને કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવકના મૃતદેહને એમબ્યુલેન્સ મારફતે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલામાં એમ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી યુવકના પરિવારને જાણ કરી હતી.
યુવકના અકસ્માતના મૃત્યની જાણ પરિવારને થતા તેઓ તાત્કાલિક SVP હોસ્પિટલ દોડી આવ્યા હતા. યુવાન મૃત્યુથી પરિવારનું હૈયાફાટરૂદન સામે આવ્યું હતું. હાલ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








