નવજીવન ન્યૂઝ.પાટણઃ આપણે ત્યાં એવા બની બેઠેલા તબીબોની દુકાનો ઘણા વિસ્તારોમાં ધમધોકાટ ચાલી રહી છે કે જેમની પાસે યોગ્ય ડીગ્રી ન હોવા છત્તાં તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં નંબર વન છે. પાટણના બુકડીથી હર્ષનગર જવાના રસ્તા પર ઓડવાસના નાકે આવેલી દુકાનમાં બે બોગસ તબીબોને એસઓજી દ્વારા ઝડપી પાડવામં આવ્યા છે. પોલીસે બંને તબીબો પાસેથી મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બંને બોગસ ડોક્ટર્સ કોઈ પણ પ્રકારના મેડીકલ સર્ટીફિકેટ વગર લોકોની સારવાર કરવાની શરૂ કરી હતી. તેમણે અહીં દુકાન ભાડે રાખી હતી અને દવાખાનું ચલાવી રહ્યા હતા. તેઓ પોતાના દવાખાનામાં લોકોની ઉપર મેડીકલ પ્રેક્ટીસ કરતાં હતા અને સાધનો દ્વારા બિમાર લોકોની તપાસ કરી દવાઓ આપતા હતા. પોલીસને આ અંગે જાણકારી મળતા એસઓજી દ્વારા સફળ ઓપરેશન હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બંનેને ઝડપી પાડ્યા હતા. ઝડપેલા બંને બોગસ ડોક્ટર્સના નામ ઈબ્રાહિમ મહંમદભાઈ શેખ અને જયેશ જયંતિભાઈ ખત્રી હોવાનું સામે આવ્યું છે.
![]() |
![]() |
![]() |











