નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાના છેવાડા પરથી એક 19 વર્ષની યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતા અરેરાટી વ્યાપી છે. ઘટના સ્થળ પર પડેલી યુવતીની લાશ જોઈ તેનો જીવ લેનારની ક્રુરતાનો અંદાજ લગાવી શકાય તેમ છે. વડોદરા શહેરના છેવાડે નેશનલ હાઈવે નજીક મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી આરંભી દીધી છે. યુવતીની લાશનું પોસ્ટ મોર્ટમ થયા પછી હજુ વધુ વિગતો પોલીસ સામે સાફ થશે.
પ્રારંભીક ધોરણે મળી રહેલી વિગતો અનુસાર વડોદરા નજીકના ને.હા. નં 48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઈટ પાસે એક તૃષા સોલંકી નામની 19 વર્ષની યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. પોલીસને આ અંગે વિગતો મળતા જ પોલીસ સ્થળ પર દોડી આવેલી હતી. તૃષાને માથા અને મોઢાના ભાગે તિક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. ઉપરાંત યુવતીનો જમણો હાથ કાપી નાખવામાં આવ્યો હતો અને તે તેના શરીરથી થોડો દૂર પડેલો મળી આવ્યો હતો. તેના શરીર પર લાગેલા ઘા જોઈ હુમલો કરનાર વ્યક્તિએ અત્યંત ગુસ્સામાં તેના પર હુમલા કર્યા હતા કારણ કે આટલું ઘાતકી રિએક્શન એક હ્યૂમન સાયકોલોજી પ્રમાણે કોઈ જાણીતું કે જે બદલો લેવા કર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
![]() |
![]() |
![]() |











