Thursday, July 2, 2026
HomeGeneralનરેન્દ્ર મોદી સામે અમદાવાદમાં યૂથ કોંગ્રેસ કાળા ઝંડા બતાવે તે પહેલા જ...

નરેન્દ્ર મોદી સામે અમદાવાદમાં યૂથ કોંગ્રેસ કાળા ઝંડા બતાવે તે પહેલા જ પોલીસે ઉઠાવી લીધા, સમર્થકો વ્હાલા લાગ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવવાનો છે. તેવામાં અગાઉ પંજાબમાં PM મોદીની સુરક્ષામાં બાબતે વિવાદ સર્જાયો હતો. અમદાવાદમાં PM મોદીના રોડ શો વખતે ફરીવાર આ બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. PM મોદીના રોડ શો દરમિયાન યુથ કોંગ્રેસ દ્વારા કાળા ઝંડા ફરકાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જાહેર થતાં જ મોડી રાત્રે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરાઈ હતી.



આ બાબતે યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત સરકાર રોજગારી આપી શકી નથી. મહિલાઓની સુરક્ષા જોખમમાં મુકાઇ રહી છે. સરકાર અને પોલીસ ગુનાખોરી રોકવામાં નિષ્ફળ થઈ રહ્યા છે. જેથી યુથ કોંગ્રેસના આગેવાનોએ રોડ શો દરમિયાન કાળા ઝંડા બતાવી તેમનો વિરોધ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જો કે કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ પોલીસે તેના પર પાણી ફેરવી દીધુ હતુ. જોકે બીજી બાજુ મિશન ગંગાના બેનર્સ સાથે વડાપ્રધાનની વાહવાઈ કરવા આવેલા સમર્થકોને અહીં પુરતી જગ્યા આપવામાં આવી હતી. જ્યાં લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવા મંજુરી મળવી અઘરી બની જાય છે ત્યાં ટેકેદારો વ્હાલા બનવામાં સફળ પણ થાય છે.

PM મોદીના રોડ શોમાં વિરોધ પ્રદર્શન થાય તે પહેલાં જ પોલીસે યુથ કોંગ્રેસના નેતા ભાવેશ ગુર્જર અને અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરી છે. અટકાયત કરેલા કાર્યકર્તાઓને અમરાઈવાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular