નવજીવન ન્યૂઝ. નવીદિલ્હી: યુક્રેન- રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો વધારો નોંધાયો હતો. જો કે તેના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તેવામાં આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં મોટો ઘટાડો નોંધાયો છે. ક્રૂડઓઇલ બેરલ દીઠ 130 ડોલર હતો જે ઘટને 111 ડોલર પ્રતિ બેરલ પર આવ્યો ગયો છે.
ઓપેક અને તેના સહયોગી દેશો વચ્ચે રવિવારે એક પૂર્ણ સહમતિ સધાઈ જે હેઠળ પાંચ ઓપેક/નોન ઓપેક દેશ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઓગસ્ટથી વધારશે. તેના પહેલા આ દેશો વચ્ચે વિવાદથી ઓઈલના ભાવ પર અસર થઈ હતી. ઓપેક દેશો ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારશે તે માહિતી આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડઓઇલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઓઈલ પ્રોડક્શન અને નિકાસકાર દેશોના સંગઠન (ઓપેક) અને તેના સાથી ઉત્પાદક દેશોની ઓનલાઈન બેઠક પછી રવિવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાક, કુવૈત, રશિયા, સાઉદી અરેબિયા અને યુએઈના તેલ ઉત્પાદનની મર્યાદા વધશે. ઓપેક દેશોએ જણાવ્યું હતું કે ઓગસ્ટથી તેનું ઉત્પાદન દર મહિને 4,00,000 બેરલ વધારવામાં આવશે.
ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાના નિર્ણયથી ભારતને પણ ફાયદો થશે. ભારત તેના 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. તાજેતરમાં જ ક્રૂડતેલના ભાવ 140 ડોલર પ્રતિ ડોલર સુધી પહોંચી ગયો હતો. જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |











