નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (All India Majlis-E-Ittehadul Muslimeen)ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મુસ્લિમ મતોને રિઝવવાનો પક્ષનો પ્રયાસ ખોરંભે ચડ્યો નથી. પાર્ટીને અડધા ટકાથી પણ ઓછા વોટ મળ્યા છે. આ પછી પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે, પરિણામો અમારી અપેક્ષાઓને અનુરૂપ નથી આવ્યા.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “યુપીની જનતાએ ભાજપને સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. હું જનતાના નિર્ણયનો આદર કરું છું. હું AIMIMના પ્રદેશ પ્રમુખો, કાર્યકરો, સભ્યો અને જનતાનો આભાર માનું છું જેમણે અમને મત આપ્યો. અમારા પ્રયત્નો નોંધપાત્ર હતા, પરંતુ પરિણામો અમારી અપેક્ષાઓ સાથે સુસંગત ન હતા. અમે ફરીથી સખત મહેનત કરીશું.”
ઉત્તર પ્રદેશમાં આસુદુદ્દીન ઓવૈસીની પાર્ટીના મોટાભાગના ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં 5000નો આંકડો પાર કરી શક્યા નથી અને રાજ્યના મતદારોએ તેમને ખરાબ રીતે નકારી કાઢ્યા છે. ઉત્તર પ્રદેશની અત્યાર સુધીની 403 વિધાનસભા બેઠકોના ટ્રેન્ડના આધારે AIMIMને આ વખતે અડધા ટકાથી પણ ઓછા મત મળતા જોવા મળી રહ્યા છે.
ઓવૈસીએ એ જ સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા, જ્યાં મુસ્લિમ બહુમતિ હતી. જો કે, રાજ્યના મુસ્લિમો સહિત વિવિધ મતદારોએ તેમને ખરાબ રીતે નકારી કાઢ્યા હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 38 સીટો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 37 સીટો પર તેના ઉમેદવારોના જામીન જપ્ત કરવામાં આવ્યા હતા.
UP public has decided to give power to BJP; I respect the decision of public. I thank AIMIM's state pres, workers, members, &the public who voted for us. Our efforts were quite a lot, but the results didn't come as per our expectations. We'll work hard again: AIMIM chief A Owaisi pic.twitter.com/hgcu5N9Gj5
— ANI (@ANI) March 10, 2022
![]() |
![]() |
![]() |











