નવજીવન ન્યૂઝ. અમદાવાદ: યુપી સહિત ચાર રાજ્યમાં ભવ્ય જીત બાદ આજે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવશે છે. આ બે દિવસમાં PM મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. મહામારી બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે એરપોર્ટથી કમલમ સુધી PM મોદીનો રોડ શો યોજવવાનો છે. જેમાં અંદાજિત 4 લાખ જેટલા લોકો જોડાશે. સાથે જ GMDC ખાતે સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.
આજના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી આગમન થશે. 10.15 થી PM મોદીના રોડ-શોની શરૂઆત થશે. રોડ શો હોટેલ તાજ સર્કલથી કમલમ સુધી યોજાશે. PM મોદીનો કાફલો 11.15 વાગે કમલમ પહોચશે. ત્યાર બાદ PM મોદી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે. આ બેઠક 1.30 વાગ્યા સુધી વાગે કમલમ્ પર યોજશે. 1.30 વાગ્યે PM મોદી રાજભવન રવાના થશે. 4 વાગ્યા સુધી રાજભવન ખાતે PM મોદી રોકાણ કરશે. 4 વાગે PM મોદી GMDC જવા રવાના થશે. સાંજે 4.30 થી 5.30 GMDCમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. આ પંચાયત મહાસંમેલનમાં PM મોદીનું સંબોધન યોજાશે. ત્યારબાદ 5.30 વાગે રાજભવન રવાના થશે અને PM મોદી રાજભવન ખાતે બેઠક યોજશે. PM મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
આવતીકાલે PM મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. કાર્યક્રમ બાદ PM મોદી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.
PM મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. PMના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ન થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. PM મોદીના કાર્યક્રમ દરમિયાન 4 IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મી તહેનાત રહેશે.
![]() |
![]() |
![]() |