નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. પંજાબ સિવાયના ચાર રાજયમાં ભાજપ હાલ આગળ ચાલી રહ્યું છે. તેવામાં ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન ચર્ચાઓ દરમિયાન ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારે કોંગ્રેસ પર મેણાં-ટોણાં મારી સત્તા પક્ષે વિપક્ષ પર કટાક્ષ કર્યા હતા.
વિધાનસભા સત્ર દરમિયાન આજે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ઝીરો અવર્સની ચર્ચાની માંગ નહીં સ્વીકારાતાં કોંગ્રેસે વોક આઉટ કર્યુ હતુ. અમદાવાદમાં કોર્ટમાં પોલીસ પર થયેલા હૂમલાને લઈને વિધાનસભામાં કોંગ્રેસે હોબાળો કર્યો. અમદાવાદમાં મહિલા PSI પર હૂમલો થયો હતો. જેના 36 કલાક વીતી જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરાંત મહિલા PSIની FIR પણ નોંધાઈ નથી. મહિલા PSI હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મુદ્દે કોંગ્રેસે ઝીરો અવર્સમાં ચર્ચાની માંગ કરી હતી. જે સ્વીકારવામાં આવી નહોતી. ધારાસભ્યોએ વિધાનસભામાં હોબાળો કરીને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
વિધાનસભામાં ચર્ચા દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં સરકારી કર્મચારીઓ અને શિક્ષકો માટે જુની પેન્શન યોજના લાગુ કરવા ગૃહમાં રજુઆત કરી હતી. ઉપરાંત પતિ અને પત્નીના કિસ્સામાં બદલીઓ માટે પણ રજૂઆત પણ કરવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












