નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બાળકી પર ત્યાંના જ પડોશમાં રહેતા શખ્સે ચોકલેટ ખવડાવવાના બહાને તેનું અપહરણ કરી તેની સાથે અડપલાં કર્યા હતા. બુધવારે બપોરે આ દીકરી ઘરેથી ગુમ થઈ ગઈ હતી અને ત્રણ કલાક પછી ઘરે આવી ત્યારે તેણે કહ્યું કે અંકલને મેરે સાથ ગંદા કામ કિયા, મેં તુજે ચોકલેટ દેતા રહુંગા, કીસીકો બતાના નહીં. દીકરીના મોંઢે આ વાત સાંભળતા જ પરિવાર બે ઘડી અવાક બની ગયો, પરિવારે તુરંત આ બાબતે પોલીસને જાણ કરી તો પોલીસ પણ કાર્યવાહી કરવા દોડી આવી. પોલવીસે બાળકીની તીબીબી તપાસની કાર્યવાહી કર્યા પછી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
દીકરીની માતાએ કહ્યું કે, તેઓ મૂળ ઓડિશાના છે, 7 વર્ષ પહેલા રોજગારી માટે અહીં આવ્યા હતા. તેમને બે બાળકો, જેમાં નાની દીકરી આંગણવાડીમાં અભ્યાસ પછી ગુમ થઈ ગઈ હતી, 3 કલાક પછી તે ઘરે પાછી આવી ત્યારે તેમનો જીવ ઠર્યો હતો પરંતુ તે ઘરે આવી ત્યારે તે હસી પણ નહીં. જ્યારે મેં દીકરીને પુછ્યું તો તેમે કહ્યું કે, પડોશ કે અંકલ મુજે ચોકલેટ દિલાને કે બહાને ઘરમે લે ગયે ઔર મેરે કપડે ઉતારકે ગંદા કામ કિયા, કહા કી કિસીકો બતાના મત મેં તુજે ચોકલેટ દેતા રહુંગા. દીકરીના મોંઢે આ વાત સાંભળી પગ તળે જમીન ખસી ગઈ અને સમાજના લોકો પણ પછી હોબાળો થતાં ભેગા થઈ ગયા.
કાશીનાથ પ્રધાન નામના આ શખ્સને લોકોએ પકડીને ફટકાર્યો અને પોલીસ બોલાવી પોલીસને હવાલે કર્યો હતો. દીકરીને સારવાર માટે ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરના અભિપ્રાય પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
![]() |
![]() |
![]() |











