નવજીવન ન્યૂઝ. હાલોલ: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કાંકરાડૂગરી ગામના આરટીઆઈ કરનારા ઇસમે તાલુકા પંચાયતમાં આવેલી તાલુકા વિકાસ અધિકારીની ઓફીસમાં હાલોલ તાલુકા ભાજપા પ્રમૂખ પ્રવિણસિંહ પરમાર સામે લાફા ઝીંકી દેવાનો આક્ષેપ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
આ મામલે આરટીઆઇ કાર્યકર્તાએ હાલોલ પોલીસ મથકે અરજી પણ આપી છે. સ્થાનિક ભાજપના નેતાએ લાફાવાળી કર્યાનો મામલો સમગ્ર હાલોલના રાજકીય ગલીયારામાં ભારે ચર્ચા જગાવી છે.
હાલોલ તાલુકાના કાંકરા ડુંગરી ગામના ગૌતમભાઈ પરમારે હાલોલ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યુ હતું કે “તાલુકા પંચાયત કચેરીએ આરટીઆઇ કરીને વિગતોની માંગણી કરી હતી. જેમા મને ૪-૩-૨૦૨૨ના મૂદતે બોલાવ્યો હતો અને મને ટપાલ પણ આજ તારીખે મળી હોવાથી હુ આવી શક્યો ન હતો. બીજા દિવસે શનિ-રવિની રજા હોવાથી હું સોમવારે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ગયો હતો અને જણાવ્યુ હતુ કે મારી આરટીઆઈની માહીતીનુ શુ થયુ છે. મારે હવે કયારે આવાનૂ છે.? તેવુ પૂછતા ઓફીસમાં બેઠેલા અમારા ગામના પ્રવિણસિંહ ઉદેસિંહ પરમારે મારા પર ઉશ્કેરાઇને લાફા માર્યા હતા. ચેમ્બરમાંથી નીકળી જા તારૂ શુ કામ છે.? હવે તુ ગામમા આવ તને જોઈ લઉ છુ. તેમ જણાવ્યુ હતુ આ સામેવાળા ભાજપના કાર્યકર હોવાથી અમે એક જ ગામમાં રહેવાનું હોવાથી આ બાબતે તપાસ કરવા મારી રજૂઆત છે. ગૌતમભાઈ પરમારે જણાવ્યુ હતુ કે મને લાફો વાગવાથી ઓછું સભળાઇ રહ્યુ છે.
![]() |
![]() |
![]() |











