નવજીવન ન્યૂઝ. પાલનપુર: ભારત દેશની આઝાદીના ભલે 75 વર્ષ થયા હોય પરંતુ હજી સુધી આભડછેદ માંથી દેશ આઝાદ થયું નથી આ વાતને સાબિત કરતો કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે. જ્યાં અનુ.જાતિના યુવકના લગ્નમાં પહેલા ઘોડી પર બેસવા બાબતે ગામે વિરોધ કર્યો ત્યાર બાદ સાફો બાધવા અંગે વિરોધીઓએ જાન પર પથ્થરો ફેકયા. પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ પ્રકારની ઘટના બનાવી તે એક ચર્ચાનો વિષય બન્યો છે.
માહિતી અનુસાર, પાલનપુર હાઇવે પાસે આવેલા મોટાગામમાં સોમવારે અતુલના લગ્ન હતા. જેને લઈને શેખલિયા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેમના મોટાભાઈ સુરેશને આ લગ્ન ધામધૂમથી કરવા હતા. જેથી તેના નાનાભાઈની જાન ઘોડી પર કાઢવાનું પરિવારજનોએ નક્કી કર્યું હતું. પરંતુ આ વાતની જાણ ગામના લોકોને થતાં લગ્નના આગલા દિવસે સુરેશને બોલવીને મિટિંગ કરી હતી. જેમાં જે પરંપરાગત લગ્ન કરવામાં આવે છે તેવી રીતે જ આ લગ્ન કરવામાં આવે અને ઘોડી ન લાવવા બાબતે લેખિત માગતા તેમણે કોઈ જવાબ આપ્યા વગર નીકળી ગયા હતા.
આર્મીમાં ફરજ બજાવતા વરરાજાના મોટાભાઈ સુરેશે ગામજનો સાથે થયેલી ચર્ચા પરિવારજનો સાથે કરતાં અંતે ઘોડી લાવવાનું ટાળી દીધું હતું. સુરેશે એક દિવસ અગાઉ જ વરઘોડા માટે પોલીસ રક્ષણ માગ્યું હતું અને સોમવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો. લગ્નમાં કેટલાક લોકોએ સાફા બાંધ્યા હતા. જેને લઈને ગામના કેટલાક યુવકોએ પથ્થરો ફેકયા હતા. જો કે પરિસ્થિતી વધુ ઉગ્ર ન બને તે માટે સુરેશે આ આંગે જિલ્લા પોલીસને જાણ કરી હતી. જેથી વધુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
જાન ખોડલા ગામ પહોંચી ગયા બાદ પરિવારજનો સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસે બે લોકોની 151 હેઠળ અટકાયત કરી હતી. પરિસ્થિતિ શાંત થયા બાદ કેટલાક લોકોએ અનુ.જાતિના લોકોની લાગણી દુભાય તેવા સ્ટેટસ વ્હોટ્સએપ પર મુક્તા વિવાદ સર્જાયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












