નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદમાં 2008 દરમિયાન થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Serial Blasts) આજે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે શંકાના આધારે 25થી વધુ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ ચુકાદો આવવાનો હતો પરંતુ સ્પેશિયલ કોર્ટના જજ એ.આર.પટેલ (Judge AR Patel) કોરોના સંક્રમિત હોવાથી આ ચુકાદા માટેની સુનાવણી હાથ ધરવામાં આવી ન હતી. આ કેસની સુનાવણી આજે 8મી ફેબ્રુઆરીએ હાથધરી હતી. ઉપરાંત 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આવતી કાલે આ આરોપીઓને કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવી શકે છે. આ તમામ આરોપીઓને આવતી કાલે સવારે 10:30 વાગે કોર્ટમાં લઈ જવામાં આવશે.
અમદાવાદમાં 2008 સિરિયલ બ્લાસ્ટમાં 2008 serial blasts case 50થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. શહેરમાં 21 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં ગુજરાત સહિત બીજા રાજ્યમાંથી 80 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. આ કેસમાં 1,163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચુકી છે. બ્લાસ્ટ કેસમાં અલગ-અલગ 547 ચાર્જસીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક ચાર્જસીટમાં સાત હજાર પાનાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સરકારી વકીર અમિત પટેલે મિડયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને 28 આરોપીઓને છોડી મૂક્યા છે. તાજના સાક્ષી તમામ ગુનામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
આ સમાચારની સતત અપડેટ ચાલુ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












