Saturday, April 25, 2026
HomeGujaratJunagadhJunagadh : વંથલી પંથકમાં યુવાનને અડફેટે લેનારા ડમ્પરને ઉશ્કેરાયેલા ગ્રામજનોએ સળગાવી માર્યું,...

Junagadh : વંથલી પંથકમાં યુવાનને અડફેટે લેનારા ડમ્પરને ઉશ્કેરાયેલા ગ્રામજનોએ સળગાવી માર્યું, બેફામ ખનીજ ચોરીના લાગ્યા આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, જૂનાગઢ : સૌરાષ્ટ્રના માર્ગો પર બેફામ ઝડપે દોડતા ડમ્પર અને તેના દ્વારા સર્જાતા જીવલેણ અકસ્માતો માટે જવાબદાર હોય તો તે છે તંત્ર. જૂનાગઢના વંથલી પંથકમાં આવા જ એક ડમ્પરે યુવાનને અડફેટે (Dumper accident in Junagadh) લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની ઘટનાના પગલે એકઠાં થયેલાં ગ્રામજનોએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત પસાર થતાં અન્ય ત્રણ ડમ્પરને આંતરીને તેના કાચ ફોડી નાંખવામાં આવ્યા છે. આ ઘટના બાદ ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગ (Department of Mines and Minerals) અને જૂનાગઢ જિલ્લા પોલીસ (Junagadh District Police) ની મીલીભગતથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના આરોપ લગાવ્યા છે.

વંથલી પંથકમાં ખાણ-ખનીજ વિભાગની રહેમનજર હેઠળ બેફામપણે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ખનીજ માફિયાઓના ઑવરલૉડ ડમ્પરો દિવસ હોય કે રાત જિલ્લા પોલીસની કૃપાથી રોડ પર બેફામ સ્પીડે દોડી રહ્યાં હોવાના આરોપ લાગ્યા છે. બેફામ ગતિએ દોડતા ડમ્પરની ટકકરથી કણજડી ગામે એક યુવાનને અડફેટમાં લેવાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ ગ્રામજનો ભારે ઉશ્કેરાટમાં જોવા મળતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો હવે પછી આ રસ્તા પરથી ગેરકાયદેસર કે ઑવરલૉડ વાહનો પસાર થશે, તો આખું ગામ રસ્તા પર ઉતરી આવશે અને ઉગ્ર આંદોલન કરશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular