Friday, April 24, 2026
HomeGeneralનરોડામાં પોલીસને દોડાવી-દોડાવી મારનાર આરોપી થયા બેઘર, AMC ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર...

નરોડામાં પોલીસને દોડાવી-દોડાવી મારનાર આરોપી થયા બેઘર, AMC ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારના થોડાક દિવસ અગાઉ આરોપીને પકડવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે આ બનાવમાં પોલીસને સ્થળ છોડીને ભાગવું પડ્યું હતું. આ મામલે ક્રાઇમબ્રાન્ચ અને નરોડા પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલભેગા કર્યા હતા. ત્યારે આજે એએમસી દ્વારા બુટલેગરના ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું છે.



અમદાવાદના નરોડા વિસ્તારમાં બુટલેગરે પોલીસકર્મીઓ પર હુમલો કર્યાના 24 કલાકમાં જ પોલીસે ઝડપી પાડ્યા હતા. જો કે આરોપી સામે માત્ર પોલીસ જ નહીં હવે AMCએ પણ લાલ આંખ કરી છે. આરોપીનું આરોપીની ગેરકાયદે મિલકત અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી. AMC બૂટલેગરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે આજે સવારથી જ કાર્યવાહી હાથ ધરી હતી.

AMCની ટિમ સવારથી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. બુટલેગર આરોપીના ગેરકાયદેસર બાંધકામને JCB દ્વારા તોડી પાડવામાં આવ્યું છે. અગાઉની જેમ ફરીથી કોઈ સંઘર્ષ જેવી ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular