Thursday, November 12, 2026
HomeNational7 વર્ષ બાદ પુત્રએ પિતાની હત્યાનો બદલો લીધો, જીવ બચાવવા ગુનેગાર દોડ્યો...

7 વર્ષ બાદ પુત્રએ પિતાની હત્યાનો બદલો લીધો, જીવ બચાવવા ગુનેગાર દોડ્યો તો યુવકે પીછો કરી કુહાડીના ઘા ઝીંક્યા

- Advertisement -

History Sheeter murdered in Jaipur Rajasthan : રાજસ્થાનની રાજધાની અને પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરમાં એક ગુનેગાર વિજય બજીયાની હત્યા કરી દેવામાં આવી છે. સાત વર્ષ જૂની દુશ્મનાવટના પગલે હત્યાની આ ઘટના ઘટી છે. વર્ષ 2019માં કૈલાશ નામના એક યુવકની વિજયે હત્યા કરી હતી. જ્યારે મૃતક કૈલાશના પુત્ર હનીશ ગોલ્યાએ તેના મિત્રો સાથે મળીને પિતાની હત્યાનો બદલો લીધો (Son avenged his father’s murder) છે. અગાઉ પાંચેક વખત હનીશ વિજય બજીયાની હત્યા કરવા હુમલા કરી ચૂક્યો છે. આ પૈકી કેટલીક ઘટનાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને તેની તપાસ ચાલી રહી છે. ઇતિહાસકારની હત્યાના મામલે કરધણી પોલીસ સ્ટેશન (Kardhani Police Station) ખાતે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી કાર કબજે લેવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2019માં વિજયે દારૂની દુકાનમાં કૈલાશ ગોલ્યાની હત્યા કરી હતી. આ ખૂન કેસમાં વિજયની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. વિજય જેલમાંથી છૂટ્યો તે પછી મૃતક કૈલાશના પુત્ર હનીશે પિતાના હત્યારા પર ઘણી વખત હુમલા કર્યા હતા. આ મામલા પોલીસ ચોપડે પણ નોંધાયા હતા. ગઈકાલે બુધવારે 11 નવેમ્બરના રોજ હનીશ અને તેના મિત્રો બપોરે લગભગ 3 વાગ્યાથી કેમ્પર વાહનમાં વિજયનો પીછો કરી રહ્યા હતા. સાંજે લગભગ સવા સાત વાગે વિજય તેના ઘરે જવા નીકળ્યો ત્યારે હનીશ અને તેના સાથીઓએ તેના વાહનને ટક્કર મારી હતી. ટક્કર વાગતા વિજયની ગાડી બંધ થઈ ગઈ હતી. આથી તે ભાગવા લાગ્યો હતો, પરંતુ હનીશે તેનો પીછો કરી કુહાડીના ઘા ઝીંકી તેની સ્થળ પર જ હત્યા કરી નાખી હતી.

- Advertisement -

હત્યા કેસમાં સામેલ હનીશ ગોલ્યા, યુવરાજ ચૌધરી, દિનેશ અને કમલેશની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા ચાર આરોપીઓ પૈકી ત્રણનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. હત્યાને અંજામ આપ્યા બાદ ચારેય આરોપીઓ આત્મસમર્પણ કરવા પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા ત્યારે તેમને અટકમાં લેવાયા હતા. કરધણી પોલીસે હત્યા કેસના પગલે ઘટનાસ્થળેથી સીસીટીવી ફૂટેજ તેમજ હાજર લોકોએ મોબાઈલ ફોનમાં ઉતારેલા વીડિયો પુરાવારુપે એકત્ર કર્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular