નવજીવન ન્યુઝ.અરવલ્લી : અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે કુખ્યાત ૧૯ બુટલેગરો સામે ગુજસીટોકનો ગુન્હો નોંધી એક જ ઝાટકે પુરા કરી નાખતી શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરો સહીત અસામાજીક તત્ત્વો પર મહદંશે કાબુ મેળવ્યો હતો.ભિલોડા પંથક સહિત રાજસ્થાનના ઝાંજરી,જાંબુડી સહિતના ગામોમાં સાગરીતો સાથે ગંભીર ગુનાઓ આચરી પંથકમાં આંતક ફેલાવનાર અને પોલીસ પર હુમલો કરવામાં અને હત્યા કરાવમાં સહેજ પણ ખચકાટ ન અનુભવતા કુખ્યાત બુટલેગર ભવંરલાલ ઉર્ફે સુકા ડુંડ અને તેના ૧૮ સાગરીતો વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધી પોલીસે ૧૧ જેટલા બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા ગુજસીટોકના ગુન્હામાં નાસતા-ફરતા ૮ બુટલેગરોને ઝડપી પાડવા પોલીસ સતત દોડાદોડી કરી રહી છે ભિલોડા પોલીસે ગુજસીટોક ગુન્હાનો ખૂંખાર આરોપી માયકલ ડામોરને તેની સાસરીમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભિલોડા PI મનીષ વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગુજસીટોક ગુન્હાનો નાસતો-ફરતો ડોડીસરા ગામનો કુખ્યાત બુટલેગર માયકલ નગીનભાઈ ડામોર તેની સાસરી નાપડા-જાગીર ગામમાં મહેમાન ગતિ માણતો હોવાની બાતમી મળતા તાબડતોડ નાપડા-જાગીર ગામે પોલીસ ટીમ સાથે પહોંચી માયકલ ડામોરને કોર્ડન કરી દબોચી લેતા કુખ્યાત બુટલેગર અને ગુજસીટોક જેવા ગુન્હાના ખુંખાર આરોપી માયકલ ડામોરના મોતીયા મરી ગયા હતા ભિલોડા પોલીસે નાપડા-જાગીર ગામમાંથી ઉઠાવી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ભિલોડા પોલીસ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળ ગુન્હાના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી હજુ પણ ગુજસીટોક ગુન્હાના ૭ જેટલા બુટલેગરો પોલીસ પકડથી દૂર છે જેમાં બે આરોપી રાજસ્થાનના હોવાથી પોલીસ સતત રાજસ્થાનના આંટા ફેરા મારી રહી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.
કોની સામે GUJCTOC નો ગુન્હો નોંધાયો છે,વાંચો ખૂંખાર બુટલેગરોના નામ
- ભંવરલાલ ઉર્ફે સૂકો ઉર્ફે મહરાજ બાબુભાઈ ડુંડ (રહે,નાના ડોડીસરા)
- નીતિન પાઉલભાઈ બળેવા (રહે,ડોડીસરા)
- રાકેશ ઉર્ફે કાળીયો બાબુભાઇ ડુંડ (રહે,નાના ડોડીસરા)
- દીપક લક્ષમ્ણ અસોડા (રહે,ઝાંઝરી, રાજસ્થાન )
- ચીરાગ પ્રકાશચંદ્ર પંચોલી (ખેરવાડા,રાજસ્થાન)
- મહેશ ઉર્ફ કાળીયો કમજીભાઈ અસારી (રહે,ધંધાસણ)
- મનોજ ઉર્ફે મનુ પુનાભાઈ મનાત (રહે,બોરનાલા)
- ખાતું પુનાભાઈ મનાત (રહે,બોરનાલા)
- વસંત સુરજીભાઈ બરંડા (રહે,જેસીંગપુર)
- ચુનીલાલ ચીમનભાઈ નીનામા (રહે,ડોડીસરા)
- વનરાજ કાલીદાસ અસારી (રહે,જેસીંગપુર)
- માયકલ નગીનભાઈ ડામોર (રહે,નાના ડોડીસરા)
- અનીલ ઉર્ફે ગોદો ચીમનભાઈ નીનામા (રહે,નાના ડોડીસરા)
- કલ્પેશ પાઉલભાઈ બળેવા (રહે,નાના ડોડીસરા)
- જીવા પુનાભાઈ મનાત (રહે,બોરનાલા)
- મણીલાલ ઉર્ફે કાળું ચીમનભાઈ નીનામા (ડોડીસરા)
- ઇસ્કાન નવીનભાઈ ડુંડ (રહે,ડોડીસરા)
- લક્ષ્મણ બદાભાઈ મોડીયા (રહે,જાંબુડી,રાજસ્થાન)
- કીરીટ સુરજીભાઈ બરંડા (રહે,જેસીંગપુર)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












