Friday, September 11, 2026
HomeGujaratUS ના G-7 પર દિલ્હીથી પુતિનનો કટાક્ષ- કહ્યું બ્રિક્સ કરતા અડધાથી ઓછી...

US ના G-7 પર દિલ્હીથી પુતિનનો કટાક્ષ- કહ્યું બ્રિક્સ કરતા અડધાથી ઓછી GDP

- Advertisement -

Putin India visit BRICS 2026 USA: રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને ભારતની ધરતી પરથી આડે હાથ લઈ લીધા છે. એક તરફ તેમણે રુસ પર લગાવાયેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કર્યો, ત્યાં બીજી તરફ જી 7 સમિટ પર પણ કટાક્ષ કર્યો હતો. પુતિને કહ્યું કે બ્રિક્સ દુનિયાનું જે રીતે પ્રતિનિધિત્વ કરે છે, જી 7 તે રીતે ના કરી શકે. તેમના મુજબ જી 7નની કુલ જીડીપી બ્રિક્સથી અડધા કરતા ઓછી છે.

પુતિને કહ્યું કે છેલ્લા પાંચ વર્ષોમાં દુનિયાની 40 ટકાથી વધુ જીડીપી BRICS દેશોથી આવી ચુકી છે, જ્યારે તથાકથિત જી 7ની હિસ્સેદારી ફક્ત 29 ટકા આસપાસ ચાલી રહ્યો છે. મને નથી ખબર કે તે આ ગ્રુપ ઓફ સેવન કેમ કહેવાય છે. ભારતની ધરતીથી પુતિને દુનિયાના બદલાતા સમીકરણોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ સમયે દુનિયામાં સંરચનાત્મક, મોટા અને ઉંડા બદલાવ જોવા મળી રહ્યા છે. આ સ્થિતિમાં બ્રિક્સ દેશોના વચ્ચે કારોબારી અને આર્થિક સહયોગ અને વધુ મજબૂત થવો જરૂરી છે.

- Advertisement -

પુતિને વધુમાં કહ્યું કે 20મી સદીના બીજા ભાગમાં જે દેશો આર્થિક વિકાસમાં સૌથી આગળ હતા, તેમની જગ્યાએ હવે વિકાસના નવા કેન્દ્રો ઉભરી રહ્યા છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે જૂના આર્થિક નેતાઓ પાસે હજુ પણ મજબૂત પાસાઓ, વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક ક્ષમતાઓ તેમજ મજબૂત વૈજ્ઞાનિક સંસ્થાઓ છે. તેમના મતે માનવતા અને અર્થતંત્રની પ્રકૃતિ એવી છે કે વિશ્વ સતત બદલાતું રહે છે.

BRICSની તાકાત અંગે વાત કરતા પુતિને કહ્યું કે વિશ્વની અડધાથી વધુ વસ્તી BRICS દેશોમાં રહે છે. આ કારણે આ દેશો પાસે ખૂબ જ ગતિશીલ અને જીવંત સ્થાનિક બજારો છે. બદલાતા વૈશ્વિક આર્થિક પરિપ્રેક્ષ્યમાં આ બાબત BRICSને વધુ મહત્વપૂર્ણ બનાવે છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular